Not Set/ વધતી જતી ગરમીથી શહેરીજનો બન્યા ત્રસ્ત, બજારો બન્યા સુમસામ

મદાવાદ, સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત બની ગયા છે. જયારે અસહ્ય ગરમીના કારણે લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરે છે અને બપોર બાદ બજારો સુમસામ નજરે પડે છે. રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં […]

Gujarat Trending
summer main1 વધતી જતી ગરમીથી શહેરીજનો બન્યા ત્રસ્ત, બજારો બન્યા સુમસામ

મદાવાદ,

સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત બની ગયા છે. જયારે અસહ્ય ગરમીના કારણે લોકો ઘરમાં જ રહેવાનું વધુ પસંદ કરે છે અને બપોર બાદ બજારો સુમસામ નજરે પડે છે.

રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એટલે કે અંદાજે 44 ડિગ્રી જેટલું તાપમાન સુરેન્દ્રનગર જીલ્લાનું નોંધાયું રહ્યું છે. ત્યારે શહેરીજનો અને ગ્રામજનો ગરમીને કારણે પરેશાન થઇ રહ્યા છે. તો વળી અસહ્ય ગરમીના કારણે પશુ-પક્ષીઓને પણ તેની અસર જોવા મળી રહી છે.

સામાન્ય રીતે ઉનાળાના પ્રારંભે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા જનજીવનને વ્યાપક અસર થઇ રહી છે. લોકો બપોરના સમયે ઘરની બહાર નીકાળવાનું ટાળે છે તો શહેરની બજારો બપોરે સુમસામ નજરે પડે છે. જયારે ગરમીના કારણે શહેરમાં બપોર બાદ કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ધંધા પર પણ તેની અસર જોવા મળે છે.

ક્યા શહેરમાં કેટલી પડી રહી છે ગરમી

અમદાવાદ – 41

ગાંધીનગર – 41

વડોદરા -41

સુરેન્દ્રનગર – 42

ઇડર -41.6

ડીસા- 41

અમરેલી – 41.8

રાજકોટ – 41.9

ભુજ – 40.2

 અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો જેમાં એક જ દિવસમાં અસહ્ય ગરમી અને બાફના કારણે લોકો બેભાન થઈ ગયા હતા.

 તેમજ અસહ્ય ગરમીથી બચવા શહેરીજનો છાસ, લીંબુ સરબત, રસ વગેરે ગરમીથી રાહત આપતા ઠંડાપીણા પીવાનું વધુ પસંદ કરે છે. ઉનાળાની શરૂઆતમાં જ સૌથી વધુ ગરમી પડી રહી છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.