Bollywood/ સની દેઓલ કરશે “ગદર-2”ની જાહેરાત! ફિલ્મી ફ્રાઈડે પર થશે મોટી જાહેરાત

સની દેઓલે તસવીર શેર કરી અને ટ્વિટર પર લખ્યું, ‘હું આવતીકાલે 11 વાગ્યે કંઈક જાહેર કરીશ, જે ખૂબ જ ખાસ અને મારા દિલની ખૂબ નજીક છે. આવતીકાલે જરૂરથી આ સ્પેસનો જોજો.

Entertainment
katha continue સની દેઓલ કરશે “ગદર-2”ની જાહેરાત! ફિલ્મી ફ્રાઈડે પર થશે મોટી જાહેરાત

બોલિવૂડ અભિનેતા સની દેઓલ હવે ઓછી ફિલ્મો કરે છે પરંતુ તેમના ચાહકો સતત તેમની ફિલ્મોની રાહ જુએ છે. હવે સની દેઓલના ચાહકોની રાહ પૂરી થવાની છે કારણ કે સની દેઓલે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તેમણે આજે (ગુરુવારે) ટ્વિટર પર એક સસ્પેન્સફુલ જાહેરાત કરી છે, જેના પછી ચાહકો ખુશ તો છે જે પરંતુ આ બાબત શું છે તે અંગે પણ મૂંઝવણમાં છે. વાસ્તવમાં એક ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટરમાં ‘ધ કથા કન્ટીન્યૂઝ  ‘ લખાયેલું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સની દેઓલ ‘ગદર 2’ની જાહેરાત કરવાના છે. સની દેઓલે તસવીર શેર કરી અને ટ્વિટર પર લખ્યું, ‘હું આવતીકાલે 11 વાગ્યે કંઈક જાહેર કરીશ, જે ખૂબ જ ખાસ અને મારા દિલની ખૂબ નજીક છે. આવતીકાલે જરૂરથી આ સ્પેસનો જોજો.

સની દેઓલના આ ટ્વિટથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, ફિલ્મનું નામ ‘ગદર: એક પ્રેમ કથા’ અને તેના પર લખેલું છે ‘ધ કથા કન્ટીન્યૂઝ ‘ છે, તેથી તે ‘ગદર 2’ ની જાહેરાત હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા તેમના પુત્ર ઉત્કર્ષ સાથે ગદર 2 ની શરૂઆત કરશે. પિંકવિલાના એક અહેવાલ મુજબ ઉત્કર્ષ સિવાય મૂળ ફિલ્મના કલાકારો સની દેઓલ, અમીષા પટેલ પણ આ વર્ષે નવેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. રિપોર્ટ અનુસાર અનિલ અને તેમની ટીમ આ ફિલ્મ પર લાંબા સમયથી કામ કરી રહી હતી.

ફિલ્મના પ્લોટમાં પ્રથમ ભાગની જેમ ભારત-પાકિસ્તાન પર આધારિત હશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મની સિક્વલમાં તારા સિંહ (સની દેઓલ) તેના પુત્ર માટે પાકિસ્તાનમાં પગ મૂકશે અને તે પછી વાસ્તવિક વાર્તા શરૂ થશે.

નોંધનીય વાત એ છે કે, વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ગદર: એક પ્રેમ કથાને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ફિલ્મનો ક્રેઝ એવો હતો કે લોકો ટ્રકમાં સવાર થઈને સિનેમા હોલ સુધી પહોંચી ગયા હતા. લોકો આજ સુધી ફિલ્મના ડાયલોગ્સ ભૂલ્યા નથી.