2002 ગોધરાકાંડ/ સુપ્રીમ કોર્ટે ગોધરાના 8 દોષિતોને આપ્યા જામીન, 4ને ઇનકાર

ગોધરાકાંડમાં દોષિતોના જામીન પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની અદાલતે જણાવ્યું હતું કે ફાંસીની સજા પામેલા ચાર દોષિતોને છોડીને બાકીના દોષિતોને આજીવન કેદની સજા પર જામીન આપી શકાય છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 87 સુપ્રીમ કોર્ટે ગોધરાના 8 દોષિતોને આપ્યા જામીન, 4ને ઇનકાર

2002ના ગોધરા ટ્રેન બોગી આગ કેસમાં સુપ્રીમ કોર્ટે 8 દોષિતોને જામીન આપ્યા છે.જો કે, સર્વોચ્ચ અદાલતે તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને 4 દોષિતોની જામીન અરજી ફગાવી દીધી હતી.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. આ 8ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ટ્રાયલ કોર્ટે તેમની સજા યથાવત રાખી હતી. આ ઘૃણાસ્પદ ઘટનામાં અયોધ્યાથી આવતા 58 શ્રદ્ધાળુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આપ્યો.

ગોધરાકાંડમાં દોષિતોના જામીન પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની અદાલતે જણાવ્યું હતું કે ફાંસીની સજા પામેલા ચાર દોષિતોને છોડીને બાકીના દોષિતોને આજીવન કેદની સજા પર જામીન આપી શકાય છે. જામીન મેળવનાર તમામ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. કોર્ટે કહ્યું કે જામીનની શરતો પૂરી કર્યા બાદ બાકીના લોકોને જામીન પર મુક્ત કરવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?