Not Set/ સુરત શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ફૂડ પોઇઝનીંગ મામલે કેટરર્સ કોન્ટ્રાકટરને કરાયો આટલી રકમનો દંડ

ફૂગવાળી બ્રેડ અને બટરના નમૂના  ટેસ્ટિંગ માટે મોકલાયા કોન્ટ્રાકટરને દંડ કરી લાયસન્સ રદ કરવા રિપોર્ટ દિલ્હી મોકલાયો મુંબઈથી મહિલાનું એક ગુપ બે દિવસ અગાઉ પોંક પાર્ટી કરવા શતાબ્દી એક્સપ્રેસથી સુરત આવવા  નીકળ્યું હતું. ટ્રેનમાં 4 દિવસ વાસી બ્રેડ અને ફંગસ વાળું બટર અપાતા આ મહિલાનાં ગ્રુપની 4 મહિલાઓની હાલત બગડી હતી. ત્યારે ટ્રેનમાં આપવામાં આવેલા […]

Gujarat Surat
સુરત 2 સુરત શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં ફૂડ પોઇઝનીંગ મામલે કેટરર્સ કોન્ટ્રાકટરને કરાયો આટલી રકમનો દંડ
  • ફૂગવાળી બ્રેડ અને બટરના નમૂના  ટેસ્ટિંગ માટે મોકલાયા
  • કોન્ટ્રાકટરને દંડ કરી લાયસન્સ રદ કરવા રિપોર્ટ દિલ્હી મોકલાયો

મુંબઈથી મહિલાનું એક ગુપ બે દિવસ અગાઉ પોંક પાર્ટી કરવા શતાબ્દી એક્સપ્રેસથી સુરત આવવા  નીકળ્યું હતું. ટ્રેનમાં 4 દિવસ વાસી બ્રેડ અને ફંગસ વાળું બટર અપાતા આ મહિલાનાં ગ્રુપની 4 મહિલાઓની હાલત બગડી હતી. ત્યારે ટ્રેનમાં આપવામાં આવેલા વાસી નાસ્તાના કારણે ફૂડ પોઇઝન થતાં આ તમામ મહિલાએ સુરતના રેલવે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. મહિલાઓના હોબાળાના લીધે રેલવે વિભાગ દોડતું થયું હતું. આ મહિલા ઓને ફૂડ પોઇઝન થતા મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

રેલ્વે તંત્રે આ મામલે તપાસ હાથ ધરી હતી. ફૂગવાળી બ્રેડ અને બટરના નમૂના  ટેસ્ટિંગ માટે મોકલાયા હતા.  ટ્રેનમાં કેટરર્સ કોન્ટ્રાકટરને 2 રૂપિયાનો લાખનો દંડ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે કોન્ટ્રાકટરને દંડ કરી લાયસન્સ રદ કરવા રિપોર્ટ દિલ્હી મોકલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.