Tania Singh Suicide Case/ તાન્યા અને અભિષેકનું થયું હતું બ્રેકઅપ? મોડલ-ક્રિકેટરના અફેરનો પોલીસે કર્યો સનસનીખેજ ખુલાસો

મોડલ તાન્યા સિંહના આત્મહત્યા કેસને ઉકેલવામાં હાલ પોલીસ નિષ્ફળ રહી છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં રહેતી મોડલ અને ફેશન ડિઝાઈનર તાન્યા સિંહની આત્મહત્યાના કેસમાં ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 35 1 તાન્યા અને અભિષેકનું થયું હતું બ્રેકઅપ? મોડલ-ક્રિકેટરના અફેરનો પોલીસે કર્યો સનસનીખેજ ખુલાસો

Surat News: મોડલ તાન્યા સિંહના આત્મહત્યા કેસને ઉકેલવામાં હાલ પોલીસ નિષ્ફળ રહી છે. સુરતના પોશ વિસ્તાર વેસુમાં રહેતી મોડલ અને ફેશન ડિઝાઈનર તાન્યા સિંહની આત્મહત્યાના કેસમાં ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં બંને વચ્ચે મિત્રતા હતી. પોલીસે જણાવ્યું કે બંને વચ્ચે અફેર પણ ચાલતું હતું.

તાન્યાના મોબાઈલ ફોનમાંથી કેટલીક ખાનગી તસવીરો મળી

તાન્યાના મોબાઈલ ફોનમાંથી અભિષેક અને તેની કેટલીક ખાનગી તસવીરો પણ મળી આવી છે. પોલીસે કોલ ડિટેઈલને તપાસનો આધાર બનાવ્યો છે. પોલીસે ફોન કોલ ડિટેલ્સ અને સ્નેપચેટ ચેટિંગમાંથી IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથેના સંબંધોની વિગતોની તપાસ કરી છે.

પોલીસ બ્રેકઅપના કારણ વિશે માહિતી એકઠી કરી રહી છે

પોલીસના જણાવ્યા અનુસાર, અભિષેક શર્માએ બે મહિના પહેલા તાન્યા સાથે બ્રેકઅપ કર્યું હોવા છતાં તે સતત એકતરફી મેસેજ મોકલી રહ્યો હતો. પોલીસનું માનવું છે કે તાન્યા છેલ્લા બે મહિનાથી ભાવનાત્મક રીતે ભાંગી પડી હતી.

IPL ક્રિકેટર અભિષેક અને તાન્યા વચ્ચે એવું શું થયું કે બે મહિનાથી મેસેજ કરવા છતાં અભિષેક શર્મા જવાબ નથી આપી રહ્યો. છેવટે, બંને વચ્ચેના બ્રેકઅપ પાછળનું કારણ હાલમાં તપાસ હેઠળ છે.

વેસુ પોલીસે ગઈકાલે મૃતક તાન્યાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોના નિવેદન લીધા હતા. માતા-પિતાએ એમ પણ કહ્યું છે કે તેઓ તાનિયા અને અભિષેકના સંબંધો વિશે જાણતા નથી. પોલીસ હાલ દરેક એંગલથી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત