સુરતની બહાદુર દીકરી/ પાંડેસરામાં એક બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી, સ્કૂલમાં શીખવાડવામાં આવેલું આ કામ…

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી હતી. આ કહેવાનું કારણ એવું છે કે આ બાળકીને શાળામાં ગુડ ટચ અને બેડ ટચનું નોલેજ આપવામાં આવ્યું હતું.

Gujarat Surat
દુષ્કર્મનો

@અમિત રૂપાપરા 

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી હતી. આ કહેવાનું કારણ એવું છે કે આ બાળકીને શાળામાં ગુડ ટચ અને બેડ ટચનું નોલેજ આપવામાં આવ્યું હતું. આ નોલેજના કારણે આજે બાળકી પોતાના સ્વંય બચાવ કરવામાં ખૂબ સક્ષમ રહી હતી. જ્યારે બાળકી તેના ઘર બહાર રમી રહી હતી. ત્યારે એક નરાધમે આ બાળકીને ઊંચકીને બાળકીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકીએ પ્રતિકાર કરતા આ નરાધમ નિષ્ફળ રહ્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરી હોવાના કારણે તે ભાગી ગયો હતો. જો કે, આ સમગ્ર મામલે બાળકીના પરિવારના સભ્યોએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા નરાધમની ધરપકડ કરવામાં આવી છે. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, એક નરાધમ બાળકીને ઉચકવાનો પ્રયાસ કરે છે પરંતુ બાળકી આ નરાધમનો પ્રતિકાર કરે છે અને અંતે આનરાધમ બાળકીને મૂકીને ફરાર થઈ જાય છે.

આ બાબતે પોલીસને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા હતા કે, તેમની સાડા 6 વર્ષની બાળકીને એપાર્ટમેન્ટ માંથી બદકામ કરવાના ઇરાદે લઈ જતો હતો. આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા 100થી 125 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનું નામ રાજન ગુપ્તા છે તેની ઉંમર 23 વર્ષની છે અને તે મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીય બાળકીને ટાર્ગેટ કર્યો હતો પરંતુ બાળકીએ આરોપીનો પ્રતિકાર કર્યો હતો અને બાળકી એ ગુડ ટચ અને બેડ ટચની તાલીમ લીધી હતી અને તેથી જ આ નરાધમની વાતમાં બાળકી ન આવી અને નરાધમે બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કરતા બાળકી રડવા લાગી હતી. ત્યારબાદ આ નરાધમ બાળકીને ઉતારીને ભાગી ગયો હતો અને ત્યારબાદ બાળકી દોડી તેના પરિવારના સભ્યોને પાસે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી તેથી પરિવારના સભ્યોએ આ મામલે પોલીસને માહિતી આપી હતી.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર