સુરત પોલીસ/ સુરતની ઉમરા પોલીસની દાદાગીરી બે યુવકોને માર્યો ઢોરમાર, શું જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે?

સુરત પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. પોલીસે બે યુવકો પર રોફ જમાવી ઢોર માર માર્યો હોવાનો એક મામલો સામે આવ્યો છે. આ ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે.

Gujarat
Surat Police Controversy સુરતની ઉમરા પોલીસની દાદાગીરી બે યુવકોને માર્યો ઢોરમાર, શું જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે?

સુરત પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. Surat Police-Injure two youth પોલીસે બે યુવકો પર રોફ જમાવી ઢોર માર માર્યો હોવાનો એક મામલો સામે આવ્યો છે. આ ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. જ્યાં શનિવારે રાત્રે 11:30 વાગ્યા આસપાસ અક્ષય મહિડા નામના યુવકની ગાડી પોલીસ દ્વારા જમા કરવામાં આવી હતી. આ ગાડી છોડાવવા માટે અક્ષયના ભાઈ અજય અને રાજેન્દ્ર માહિડા ગયા હતા. જ્યારે આ બંને ભાઈઓ ગાડી છોડાવવા માટે પહોંચ્યા ત્યારે ઉમરા પોલીસ એક વ્યક્તિ સાથે બોલાચાલી કરી રહી હતી અને આ બાબતે આ બંને ભાઈમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં પોલીસનો ગેરવર્તનનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો.

આ વાતની જાણ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને Surat Police-Injure two youth થતા જ 12 થી 15 જેટલા પોલીસ કર્મીઓએ અજય અને રાજેન્દ્ર મહીડાને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનને પણ ડી સ્ટાફના રૂમમાં આ બંને ભાઈઓને ઢોર મારવામાં આવ્યો હતો. અજય અને રાજેન્દ્રનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત માથા પર પગ મૂકીને માથું કચાડવામાં આવ્યું હતું અને બીભત્સ ગાળો આપવામાં આવી હતી.

પોલીસની આવી બર્બતા બાબતે બંને ભાઈઓ દ્વારા ન્યાયની માગણી Surat Police-Injure two youth કરવામાં આવી છે કારણ કે, ઉમરા પોલીસે બંને યુવકને ઢોર માર્યો હોવાના કારણે બંને ભાઈના શરીર પર ઈજા થયાના નિશાન પણ દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં પરિવારનો આક્ષેપ છે કે રાજેન્દ્ર નામના યુવકને કાનના ભાગે પોલીસે માર માર્યો હોવાના કારણે રાજેન્દ્રના કાનનો પડદો ફાટી ગયો છે. આ બાબતે પરિવારે PMO અને રાજ્યના ગૃહ મંત્રી પાસે ન્યાયની માગણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ બંને યુવકોને માર મારનારા પોલીસ કર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

 

આ પણ વાંચોઃ વાસ્મોનો ભ્રષ્ટાચાર/ વાસ્મોનો ભ્રષ્ટાચારઃ નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં વહી ગયા

આ પણ વાંચોઃ FIPIC લીડર્સ-પીએમ મોદી લંચ/ FIPIC નેતાઓને મિલેટ યર નિમિત્તે ભારતીય વાનગીઓનો આસ્વાદ કરાવાયો

આ પણ વાંચોઃ ચિદમ્બરમ-નોટબંધી/ 2000ની નોટ પરત લેવી તે બ્લેકના વ્હાઇટ કરવા માટે મળેલી ખુલ્લી છૂટઃ ચિદમ્બરમ