Gujarat-Surendranagar/ સુરેન્દ્રનગર : જેસડા ગામમાંથી નકલી તબીબ ઝડપાયો, તબીબની ડિગ્રી વગર ચાલતુ હતુ દવાખાનું

સુરેન્દ્રનગરમાં જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો. જેસડા ગામમાં તબીબની ડિગ્રી વગર એક શખ્સ દવાખાનું ચલાવતો હતો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 27T111225.043 સુરેન્દ્રનગર : જેસડા ગામમાંથી નકલી તબીબ ઝડપાયો, તબીબની ડિગ્રી વગર ચાલતુ હતુ દવાખાનું

સુરેન્દ્રનગરમાં જેસડા ગામેથી નકલી તબીબ ઝડપાયો. જેસડા ગામમાં તબીબની ડિગ્રી વગર એક શખ્સ દવાખાનું ચલાવતો હતો. પોલીસને આ મામલે માહિતી મળતા દરોડા પાડી દવાઓ જપ્ત કરતા નકલી તબીબ સામે ગુનો નોંધ્યો. મહત્વનું છે કે હજુ પાંચ દિવસ પહેલા જ વડનગર તાલુકામાંથી નકલી તબીબ ઝડપાયો હતો. પોલીસે વડનગરના બોગસ તબીબ સચિનકુમારને ઝડપી પાડતા 29807નો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જેસડા ગામમાં દવાખાનું ચલાવનાર શખ્સ નકલી તબીબ હોવાનું સામે આવ્યું. આ નકલી દવાખાનું રવીન્દ્ર રોય નામનો શખ્સ દ્વારા ચલાવવામાં આવતું હતું. પોલીસને જેસડા ગામના દવાખાના અને નકલી તબીબને લઈને માહિતી મળી. આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું કે ગામના દવાખાનું ચલાવનાર તબીબ રવિન્દ્રરોય નામના શખ્સ પાસે તબીબની ડિગ્રી જ નથી. રવિન્દ્રરોય ડિગ્રી વગર દવાખાનું ચલાવતા લોકોને સારવાર કરતો હતો અને દવાઓ આપતો હતો. એસ.ઓ.જીએ દરોડા પાડી બની બેઠેલ નકલી તબીબને ઝડપી પાડ્યો. સાથે 39 હજારની દવાઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આ મામલે પોલીસે નકલી તબીબ રવિન્દ્રરાય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બહુ ઓછા સમયમાં રાજ્યમાં વધુ એક નકલી તબીબ ઝડપાતા આવા અન્ય કેટલાય લોકો હશે જે કમાણી કરવા નાના ગામડાઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં ભોળા નાગરિકોને મુર્ખ બનાવતા હશે. જાગૃત નાગરિકોની ફરિયાદ પોલીસ માટે મદદરૂપ બને છે અને તેઓ આવા કહેવાતા નકલી તબીબ વિરુ્દધ કાર્યવાહી કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ stockmarket/શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત