વર્લ્ડ કપ/ T-20 વર્લ્ડ કપની આજથી શરૂઆત,બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ

આ ટુર્નામેન્ટમાં મુખ્ય 12 ટીમો વચ્ચે સ્પર્ધા થવાની છે. સૌથી પહેલા ક્વોલિફાયર મેચ રમાશે જેમાં એક ગ્રુપમાં ચાર ટીમો વચ્ચે મેચ રમાશે. ગ્રુપ A અને ગ્રુબ B ક્વોલિફાયર માટે બનાવવામાં આવ્યા છે

Top Stories
20202 T-20 વર્લ્ડ કપની આજથી શરૂઆત,બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ

T 20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. લાંબા અંતરાલ બાદ BCCI તેને હોસ્ટ કરવા માટે તૈયાર છે. કોરોના મહામારીના ખતરાને જોતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતને બદલે યુએઈ અને ઓમાનમાં ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજે બાંગ્લાદેશ સ્કોટલેન્ડ સામે પ્રથમ મેચ રમશે ,આ કવોલિફાયર મેચ છે  આ મેચ સાંજે  7.30 સમયે ચાલુ થશે,જયારે અનેય એક મેચ ઓમાન અને પાપુઆ ગિની સાથે છે તે મેચ 3.30 ચાલુ થશે.

આ ટુર્નામેન્ટમાં મુખ્ય 12 ટીમો વચ્ચે સ્પર્ધા થવાની છે. સૌથી પહેલા ક્વોલિફાયર મેચ રમાશે જેમાં એક ગ્રુપમાં ચાર ટીમો વચ્ચે મેચ રમાશે. ગ્રુપ A અને ગ્રુબ B ક્વોલિફાયર માટે બનાવવામાં આવ્યા છે. આયર્લેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ અને શ્રીલંકાને પ્રથમ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશ, ઓમાન, ન્યૂ પાપુઆ ગિની અને સ્કોટલેન્ડ બીજા ગ્રુપમાં છે.

ટુર્નામેન્ટની મુખ્ય 12 ટીમોને ગ્રુપ 1 અને ગ્રુપ 2 માં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને બે ક્વોલિફાયર ટીમ પ્રથમ ગ્રુપમાં રહેશે. એ જ રીતે, બીજા ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ સાથે બે ક્વોલિફાયર ટીમો હશે.ભારતીય ટીમ 18 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે અને પછી 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે વોર્મ અપ મેચ રમશે. ભારતે 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આ વર્લ્ડ કપની પ્રથમ મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ભારતની મેચ રમાશે. 5 અને 8 નવેમ્બરે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં ક્વોલિફાયર મેચ જીતનાર ટીમ સાથે રમશે.