Not Set/ લો હવે લસણનાં ભાવમાં લાગી આગ, 1 કિલો લસણનાં ભાવમાં ખરીદી શકો છો 3 કિલો સફરજન

ડુંગળી અને ટામેટા બાદ હવે લસણમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં, લસણનાં ભાવમાં લગભગ 40% નો વધારો થયો છે, જ્યારે દેશમાં લસણનું ઉત્પાદન પાછલા વર્ષ કરતા 76% વધારે થયુ છે. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે લસણ 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું હતું. વળી, રાજસ્થાનનાં કોટામાં સારી ગુણવત્તાવાળા લસણનો જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ […]

Top Stories Business
bulbs and bowl of garlic લો હવે લસણનાં ભાવમાં લાગી આગ, 1 કિલો લસણનાં ભાવમાં ખરીદી શકો છો 3 કિલો સફરજન

ડુંગળી અને ટામેટા બાદ હવે લસણમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં, લસણનાં ભાવમાં લગભગ 40% નો વધારો થયો છે, જ્યારે દેશમાં લસણનું ઉત્પાદન પાછલા વર્ષ કરતા 76% વધારે થયુ છે.

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે લસણ 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યું હતું. વળી, રાજસ્થાનનાં કોટામાં સારી ગુણવત્તાવાળા લસણનો જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ 17,000 રૂપિયા એટલે કે 170 રૂપિયા પ્રતિ કિલો હતો. સોમવારે મધ્યપ્રદેશનાં નીમચમાં લસણનાં બીજા મોટા બજારમાં વિવિધ ગુણવત્તાનાં લસણનો ભાવ ક્વિન્ટલ દીઠ 8,000-16,000 રૂપિયા હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે વિશેષ ગુણવત્તાનું લસણ 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાઇ રહ્યુ છે.

નીમચનાં ઉદ્યોગપતિ પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, હાલમાં નીમચમાં 15,000 બોરી (એક થેલીમાં 50 કિલો) લસણ આવી રહ્યું છે અને મોટાભાગની માંગ દક્ષિણ ભારતથી આવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક મહિનામાં લસણનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ 5000 રૂપિયાનો વધારો થયો છે. ગોયલે જણાવ્યું હતું કે, તાજેતરનાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે લસણનાં નવા પાકની વાવણી મોડી થઈ શકે છે. આથી જ લસણનાં ભાવોને સતત ટેકો મળી રહ્યો છે.

વળી, રાજસ્થાનનાં ઉદ્યોગપતિ ઉત્તમચંદે જણાવ્યું હતું કે, વરસાદનાં વાતાવરણમાં ખેડૂતો સાથે રાખેલું લસણ ભેજને કારણે બગડ્યું છે, જેના કારણે ત્યાં પણ સ્ટોકની અછત છે. તેમણે કહ્યું કે સ્ટોકનાં અભાવે લસણનાં ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તમચંદે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં લસણનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ 5000 રૂપિયાનો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં ડુંગળી અને ટામેટાની કિંમતોમાં વધારો વરસાદ અને પૂરને કારણે પણ થયો હતો. દેશની રાજધાનીમાં છૂટક વેપારીઓ દ્વારા ડુંગળી હજી પણ પ્રતિ કિલો રૂ .50 ના ઉંચા ભાવે વેચવામાં આવી રહી છે અને ટમેટાનાં ભાવ પણ પ્રતિ કિલો 40 રૂપિયાથી વધારે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.