Court/ ઇશરત જહાં બાદ હવે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી મંજુર

રાજ્યમાં ચકચારી એવા સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP તરૂણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમાને સ્પેશ્યિલ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. બંનેની સામે પુરાવાના અભાવે કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. પૂર્વ પોલીસ અધિકારી તરૂણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી […]

Ahmedabad Gujarat
486146 ઇશરત જહાં બાદ હવે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી મંજુર

રાજ્યમાં ચકચારી એવા સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP તરૂણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમાને સ્પેશ્યિલ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. બંનેની સામે પુરાવાના અભાવે કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. પૂર્વ પોલીસ અધિકારી તરૂણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરૂણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે, તેઓ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા.

CBIએ તરૂણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે, તરૂણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરૂણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અગાઉ સ્પેશિયલ CBI કોર્ટે પોલીસ કર્મચારી અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે, બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે. આ કેસમાં સીબીઆઈ તરફે રજુઆત કરવામાં આવી હતી કે, સાદિક જમાલ આંતકી નથી, પરંતુ પીડિત છે.

ઉલ્લેખનીય છે કે સાદિક જમાલ ફેક એન્કાઉન્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ તપાસમાં જણાવ્યું હતું કે, જે.જી પરમાર, તરૂણ બારોટ, અજયપાલ યાદવ સહિત 8 પોલીસ કર્મચારીઓએ સાદિક જમાલની હત્યા કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ