જૂનાગઢ/ અધિકારીના આદેશનો ઉલાળિયો : માણાવદરની કોઠારીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો ગેરહાજર

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો ઉલાળીયો કરતા આચાર્ય સામે કાર્યવાહી કે પછી બીજી વખત પણ બેદરકારી દાખવવાની પરવાનગી મળશે?

Top Stories Gujarat Others
માણાવદર

જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીના જાહેર કરવામાં આવેલ પરિપત્રનો ઉલાળિયો કરાયો છે. આ પત્રિપત્રમાં કહ્યું હતું કે ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવા પરંતુ શિક્ષકો અને આચાર્ય સહિતના સ્ટાફે શાળાએ હાજર રહેવું.  ભારે વરસાદની આગાહીના પગલે શાળામાં આશરે સ્થાન માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને આચાર્યોએ હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાના પણ આપવામાં આવી છે. જોકે માણાવદરની કોઠારીયા પ્રાથમિક શાળામાં આ આદેશનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રને જરા પણ મહત્વનો માનવામાં આવ્યો નાં હોય એમ તેને દેખાય રહ્યું છે.

વધુ વિગત અનુસાર માણાવદરના કોઠારીયા પ્રાથમિક શાળામાં જ્યાં શિક્ષકોને શાળાએ હાજર રહેવાનું પરિપત્ર હોવા છતાં શાળાને તાળા લાગી દેવામાં આવ્યા છે. કુદરત ન કરેને આફત આવે તો લોકોનું સ્થળાંતર ક્યાં કરવું તે પ્રશ્ન આવી શકી છે. શિક્ષકોની જવાબદારી હોવા છતાં પણ આવું બેજવાબદારી ભર્યું વર્તન શા માટે કરવામાં આવ્યું છે અને તંત્ર આ વર્તન માટે પગલા લેશે કે કેમ તે પણ ચર્ચાઈ રહ્યું છે.

આ બાબતે મંતવ્ય ન્યૂઝે કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 10:30 વાગ્યા સુધી શાળા ખુલ્લી રાખી હતી પરંતુ આચાર્યને કામ આવી જતા શાળાને તાળા મારવામાં આવ્યા છે એવું કહીને લૂલો બચાવ કર્યો હોય એવું લાગ્યું હતું.  હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય સામે કઈ રીતના પગલાં લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે કે આચાર્યને ફરી વખત આવી મનમાની કરવાની છૂટ આપવામાં આવશે?

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસ સતત વધારો, છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ, 56 લોકોના મોત