Not Set/ જાણો ફેસબુક અને વોટ્સઅપ પછી હવે આ એપમાં પણ જોઈ શકશો ‘લાસ્ટ સીન’

ફેસબુક અને વોટ્સઅપની જેમ હવે તમે પર પણ બીજા લોકોનું લાસ્ટ એક્ટિવ સ્ટેટસ જોઈ શકો છો. ફોટો અને વિડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે પણ આ ફીચરનો સમાવેશ કરી દીધો છે, એટલે હવે તમે જોઈ શકો છો. તમારા મિત્રો કેટલા સમય પહેલાં એક્ટિવેટ હતા. આ ફીચર તમને સીધું ઇન્સ્ટાગ્રામ મેસેજ એપમાં જોવા મળશે. જો કે, આ ફીચર માત્ર એ […]

Tech & Auto
instagram keyboard app take pictures photos pics જાણો ફેસબુક અને વોટ્સઅપ પછી હવે આ એપમાં પણ જોઈ શકશો 'લાસ્ટ સીન'

ફેસબુક અને વોટ્સઅપની જેમ હવે તમે પર પણ બીજા લોકોનું લાસ્ટ એક્ટિવ સ્ટેટસ જોઈ શકો છો. ફોટો અને વિડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે પણ આ ફીચરનો સમાવેશ કરી દીધો છે, એટલે હવે તમે જોઈ શકો છો. તમારા મિત્રો કેટલા સમય પહેલાં એક્ટિવેટ હતા.

આ ફીચર તમને સીધું ઇન્સ્ટાગ્રામ મેસેજ એપમાં જોવા મળશે. જો કે, આ ફીચર માત્ર એ લોકો માટે છે જેમને તમે ફોલો કરતા હોય અથવા જે લોકો તમને ફોલો કરતા હોય તે પણ તમારું એક્ટિવિટી સ્ટેટસને જોઈ શકે છે.

બીજો લોકો પર ધ્યાન રાખવા માટે આ ફીચર કામમાં આવશે, પરંતુ કેટલાંક લોકો તેનાથી હેરાન થઈ શકે છે. તોએ લોકો માટે સારી વાત એ છે. આ ફીચરને સ્વીચ ઓફ પણ કરી શકાય છે.

આ રીતે તમે ઓફ કરી શકો છો લાસ્ટ સીનને :

– સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને સેટિંગ પર જવા માટે કોર્નર પર દેખાતા ડોટ વાળા આઈકોન પર ટેપ કરો

– ર્સ્કોલ ડાઉન કરીને Show activity status ઓપ્શન સર્ચ કરો.

– હવે આ ઓપ્શનને ઓફ કરી દો