અમદાવાદ/ ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

અમદાવાદના દસ્ક્રોઈના ભુવાલડી ખાતે ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા. 

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 03 07T200316.164 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

Ahmedabad News: અમદાવાદના દસ્ક્રોઈના ભુવાલડી ખાતે ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા.  આ લગ્નોત્સવમાં કેન્દ્રીય દૂરસંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, સાસંદ હસમુખ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.અને નવદંપત્તીને આશીર્વાદ આપ્યા હતા.સમૂહલગ્નના આયોજક જનકભાઈ ઠાકોરના જણાવ્યુ હતુ કે  લોકો ખોટા ખર્ચા બંધ કરે અને એ રકમ શિક્ષણ પાછળ ખર્ચે, તેમજ સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને વ્યક્તિગત ખર્ચનો ઓછે તે માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

1709817583143 eaec451b 765d 4d4a aa9d 1e699c0792a8 4 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

સામાન્ય રીતે લગ્ન પાછળ મોટી રકમનો ખર્ચ થતો હોય છે. પરંતુ કેટલાક લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી ખર્ચનો બોજો ઉપાડી શકતા નથી. આ માટે દસ્ક્રોઈના ભુવાલડી ખાતે ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા.

1709817583143 eaec451b 765d 4d4a aa9d 1e699c0792a8 5 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

ભુવાલડી ખાતે શ્રી રામવાડીમાં 7 માર્ચના રોજ ઠાકોર વિકાસ મંડળ –દસક્રોઈ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ લગ્નોત્સવમાં કેન્દ્રીય દૂરસંચારમંત્રી દેવુસિંહ રાઠોડ, સાસંદ હસમુખ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને નવદંપત્તીને આશીર્વાદ આપ્યા હતા.

1709817583143 eaec451b 765d 4d4a aa9d 1e699c0792a8 6 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

 સમૂહલગ્નના આયોજક જનકભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ લોકો ખોટા ખર્ચા બંધ કરે અને એ રકમ શિક્ષણ પાછળ ખર્ચે તે આ સમૂહલગ્નનો હેતુ હતો. તે સિવાય સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને વ્યક્તિગત ખર્ચનો જે ભાર ઉઠાવવો પડે છે તેમાં રાહત મળે તે માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

1709817583143 eaec451b 765d 4d4a aa9d 1e699c0792a8 7 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા

આ સમૂહલગ્નમાં 51 નવદંપત્તીઓના સગા સંબંધીઓ મળીને 20,000 થી વધુ લોકો હાજર રહ્યા હતા.  અમદાવાદ ઉપરાંત ખેડા અને ગાંધીનગરના યુવક યુવતીઓ આ સમૂહલગ્નમાં જોડાયા હતા અને પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપત્તીઓને આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી.

1709817583143 eaec451b 765d 4d4a aa9d 1e699c0792a8 8 ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ

આ પણ વાંચો :પાલનપુર – દાંતા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓનાં મોત

આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન