Not Set/ કોંગ્રેસના સભ્ય બનતા પહેલા આટલું કરવું પડશે,G-23 ગ્રુપથી લીધો સબક

પક્ષના નેતૃત્વ સહિત સંગઠનની ચૂંટણીઓ સહિતના ઘણા મુદ્દા પર જી -23 ગ્રુપ દ્વારા કોંગ્રેસની ખુલ્લી ટીકા કરી છે

Top Stories India
RAHUL કોંગ્રેસના સભ્ય બનતા પહેલા આટલું કરવું પડશે,G-23 ગ્રુપથી લીધો સબક

જાહેર મંચો પર તેમના જ પક્ષના નેતાઓ દ્વારા ટીકાનો સામનો કર્યા બાદ કોંગ્રેસે હવે તેનો રસ્તો શોધી કાઢયો છે. પક્ષના નેતૃત્વ સહિત સંગઠનની ચૂંટણીઓ સહિતના ઘણા મુદ્દા પર જી -23 ગ્રુપ દ્વારા કોંગ્રેસની ખુલ્લી ટીકા કરી છે તેને ધ્યાનમાં લઇને પાર્ટીએ કાર્યકરો નેતાઓ સુધી પાર્ટીની ટીકા ન કરવા માટે વચન માંગ્યું  છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીની પ્રાથમિક સભ્યપદ લેનારાઓએ એક બાંહેધરી આપવી પડશે કે તે જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોની ક્યારેય ટીકા કરશે નહીં.

કોંગ્રેસના નવા સભ્યપદ ફોર્મમાં લખ્યું છે, ‘હું બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને લોકશાહીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે સબ્સ્ક્રાઇબ કરું છું. હું, પ્રત્યક્ષ કે આડકતરી રીતે, ખુલ્લેઆમ અથવા કોઈપણ રીતે, પાર્ટીની સ્વીકૃત નીતિઓ અને કાર્યક્રમોની પક્ષના મંચો સિવાય, પ્રતિકૂળ ટીકા કરીશ નહીં.’ તમને જણાવી દઈએ કે કોંગ્રેસનું આ પગલું મીડિયા સાથે વાતચીત કરતી વખતે G-23 નેતાઓ પાર્ટીની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે અને પાર્ટીની અંદર ચૂંટણીની માંગણી કરતી વખતે સંગઠનાત્મક માળખા પર પણ સવાલ ઉઠાવ્યા હતા આ સંદર્ભમાં સામે આવ્યું છે.

G-23 ના નેતા કપિલ સિબ્બલે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ અજાણ છે કે પાર્ટીમાં કોણ નિર્ણય લઈ રહ્યું છે કારણ કે પ્રમુખ નથી. તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીમાં કોઈ પ્રમુખ નથી, તેથી અમને ખબર નથી કે આ નિર્ણયો કોણ લઈ રહ્યું છે.  ગુલામ નબી આઝાદે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની તાત્કાલિક બેઠક યોજવાની માંગ કરી હતી. તાજેતરની બેઠક પહેલા, G-23 નેતાઓએ CWC સભ્યો, કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) સભ્યો અને સંસદીય બોર્ડની ચૂંટણીઓ માટે ચૂંટણીની માંગ કરી હતી.

દેશની સૌથી જૂની પાર્ટીના સભ્યપદ અરજી ફોર્મમાં ઘણી વધુ શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મુજબ, જેઓ કોંગ્રેસના સભ્યો છે તેઓએ જાહેર કરવું જોઈએ કે તેઓ કાનૂની મર્યાદાથી વધુની સંપત્તિ રાખશે નહીં અને કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને આગળ વધારવા માટે જાતે મજૂરી અને જમી પર રાજકીય લડાઇ  કરવામાં અચકાશે નહીં. પાર્ટીએ 1 નવેમ્બરથી શરૂ થતા સભ્યપદ અભિયાન માટે તૈયાર કરેલા અરજીપત્રકમાં આવા 10 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે, જેના વિશે જે લોકો સભ્ય બનવા માંગે છે તેમણે તેમની મંજૂરી આપવી પડશે.