Not Set/ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક, પ્રમુખને બરતરફ કરવાની કાર્યકરોની ઉગ્ર માંગ

ભરૂચ ભરૂચ જીલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક થતાંજ જીલ્લામા કોંગ્રેસ સંગઠન બે ભાગમા વહેચાયેલી જોવા મળી હતી. પ્રમુખ પરિમલસિંહ રાણાને બરતરફ કરવાની કાર્યકરોએ ઉગ્ર માંગ કર્યા હાતા. તાલુકામાં મિટિંગમા પરિમલસિહની આગેવાનો તેમજ હાજર કાર્યકરો સામે દાદાગીરી ભર્યુ ભાષણથી કોગ્રેસના લોકો પાર્ટીના નહી પણ પરિમલસિહની […]

Top Stories Gujarat Others Trending
1200px Flag of the Indian National Congress.svg કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક, પ્રમુખને બરતરફ કરવાની કાર્યકરોની ઉગ્ર માંગ

ભરૂચ

ભરૂચ જીલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની નિમણૂક થતાંજ જીલ્લામા કોંગ્રેસ સંગઠન બે ભાગમા વહેચાયેલી જોવા મળી હતી.

પ્રમુખ પરિમલસિંહ રાણાને બરતરફ કરવાની કાર્યકરોએ ઉગ્ર માંગ કર્યા હાતા. તાલુકામાં મિટિંગમા પરિમલસિહની આગેવાનો તેમજ હાજર કાર્યકરો સામે દાદાગીરી ભર્યુ ભાષણથી કોગ્રેસના લોકો પાર્ટીના નહી પણ પરિમલસિહની કંપનીના કામદાર હોય એવો અનુભવ થતાં જોવા મળ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક અપરિપકવ અને રાજકિય સમજ વિનાના વ્યક્તિને સા માટે પ્રમુખની જવાબદારી સોંપવામા આવી તેમ આગેવાન કાર્યકરો જાહેરમા બોલવા માંડ્યા હતા.

નવનિયુક્ત પ્રમુખના કાર્યક્મા આમંત્રણ પ્રત્રિકામાં નગરપાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખનુ નામ ના છપાવી. પરિમલસિંહે પોતાની વાત અને નિયત સ્પષ્ટ કરી હોવાની વાત સામે આવી હતી.

ભરૂચ તાલુકાના આગેવાનો પણ નિષ્કિય થવા માંડ્યા છે ત્યારે પરિમલસિંહ કોંગ્રેસના સંગઠનને વિભાજીત કરી ભાજપને ફાયદો કરાવી રહ્યા છે તેવુ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું હતું. સાથે જ પરિમલસિંહને બરતરફ કરવાની પણ માંગ કરાઈ હતી.