Not Set/ રાજ્યનાં 184 તાલુકામાં સરેરાશ 816 મી.મી. વરસાદ, આવી છે આગાહી, રાખજો ધ્યાન !

168 તાલુકા પાણીથી તરબોળ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અને આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે રાજ્યનાં 29 જિલ્લાનાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અત્યાર સુધીમાં 33 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોધાયો છે. ક્યા પડ્યો કેટલો વરસાદ રાજ્યમાં […]

Top Stories
weather રાજ્યનાં 184 તાલુકામાં સરેરાશ 816 મી.મી. વરસાદ, આવી છે આગાહી, રાખજો ધ્યાન !

168 તાલુકા પાણીથી તરબોળ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અને આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે રાજ્યનાં 29 જિલ્લાનાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અત્યાર સુધીમાં 33 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોધાયો છે.

ક્યા પડ્યો કેટલો વરસાદ

રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદની સામે 517 મી.મી. (21 ઇંચ) એટલે કે 63.78% વરસાદ પડી ચૂક્યો છે. 31મી જુલાઇએ સરેરાશ વરસાદ 40 ટકા હતો જે 8 દિવસમાં 24 ટકા જેટલો વધી ગયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 9 ટકા વરસાદ વધારે થયો છે. કુલ 204 ડેમમાંથી 10 ડેમમાં 100 ટકા પાણી છે. 5 ડેમમાં 80 ટકાથી વધારે પાણી છે. 5 ડેમમાં 70થી 80 ટકા વચ્ચે પાણી છે.

આવી છે આગામી દિવસો માટે આગાહી

આજે ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગુજરાત નજીક પહોંચશે. જેથી સમગ્ર ગુજરાતનાં ભાગોમાં 25થી 50 કિ.મી.ના ઝડપી પવનો સાથે હળવોથી મધ્યમ-ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.​​​​​​​ તો સાથે સાથે વડોદરા કે જ્યા વરસાદ કહેર વરસાવી ચૂંક્યો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવતા ભયનું માહોલ જોવામાં આવી રહ્યું છે.

ઉત્તર – મધ્ય ગુજરાતમાં સારો વરસાદ

અમદાવાદ, ખેડા,  પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલમાં વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો દાહોદની દૂધમતી નદી ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઇ હતી. અને પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક વધી હતી. હડફ ડેમના 5 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમનું હાલનું લેવલ 165.20 મીટર પહોંચ્યું છે. તો ડેમની ભયજનક સપાટી 166.20 મીટર છે. તો ભાવનગરમાં પણ ધીમીઘારે વરસાદ વરસવાને કારણે ગરમીથી લોકોએ રાહત મેળવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. કોઈપણ આફતને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ બની ગયું છે.. આ અંગે માહિતી આપતા જિલ્લાના એડિશનલ કલેક્ટરે જણાવ્યું છે કે, તમામ તાલુકા લેવલે મામલતદાર, પ્રાંત અધિકારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.

જ્યાં નહોતો પડ્યો ત્યાં પણ મન મુકી વરસ્યો

ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી મેઘરાજા મનમુકીને વરસ્યાં નથી. દરમિયાન બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેથી પાક નિષ્ફળ જવાની ચિંતામામં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. થરામાં પણ વરસાદ વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી પાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ ગઈ છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ગટરોમાંથી પાણી બેક મારી રહ્યાં છે.

લાંબા વિરામ બાદ ફરી એક વખત અરવલ્લી જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી છે. વરસાદના પગલે ધનસુરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પહોંચી છે. ધનસુરામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોનો તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે.

ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ

ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુધા, મહેમદાવાદ, નડિયાદ અને ડાકોરમાં વરસાદ વરસ્યો હતો. જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ મહુધામાં વરસ્યો હતો. મહુધામાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તો મહેમાદાવાદ, નડિયાદ અને ડાકોરમાં પણ વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અત્યાર સુધી 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. અને હજુ પણ અવિરત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વસરાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન