Crime/ શાક માર્કેટના થડામાંથી કોહવાયેલી હાલતમાં યુવાનની મળી લાશ

ગોંડલ માંડવી ચોકમાં આવેલ જુની શાક માર્કેટમાં છેવાડાનાં ભાગે આવેલા અવાવરુ થડાના ભંડકીયામાં કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ગોંડલ શહેર પોલીસને થતા દોડી આવી હતી.

Rajkot Gujarat
Untitled 24 3 શાક માર્કેટના થડામાંથી કોહવાયેલી હાલતમાં યુવાનની મળી લાશ
  • શાક માર્કેટના થડામાંથી મળી આવી લાશ
  • કોહવાયેલી હાલતમાં યુવાનની મળી આવી લાશ
  • પોલીસ પહોંચી ઘટના સ્થળે

ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નાની વાતોમાં લોકો પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવી રહ્યા છે. નાની નાની વાતોમાં મારામારી અને કાપાકાપી ઉપર આવી જાય છે. ગોંડલના  માંડવીચોકમાં આવેલી જુની શાક માર્કેટમાં આવેલા થડાના ભંડકીયામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી છે. ઘટનાની જાન થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા થયા હતા.

PI મહેશ સંગાડા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જતાં તેનું PM હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ માંડવી ચોકમાં આવેલ જુની શાક માર્કેટમાં છેવાડાનાં ભાગે આવેલા અવાવરુ થડાના ભંડકીયામાં કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ગોંડલ શહેર પોલીસને થતા દોડી આવી હતી. પોલીસે લાશ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.  સુત્રો અનુસાર કચરા વચ્ચે યુવાનની લાશ હતી.  તેના શરીરનો થોડો ભાગ સળગી ગયાનું જણાઇ રહયુ હતું. લાશ કોહવાઈ ગઈ હતી. અને ઓળખવી મુશ્કેલ બન્યું હતું.  જુની શાક માર્કેટમાં સવાર સાંજ લોકો ની અવરજવર હોવા છતા લાશ મળી આવતા અનેક સવાલો સર્જાયા છે.

ગોંડલ નગરપાલીકાએ આધુનિક થડા બનાવ્યા બાદ અનેક જૂન થડા આજ સુધી શા માટે અવાવરુ હાલતમાં પડ્યા છે.  તે અંગે પણ સવાલો ઉઠયા છે.

Covid-19 / રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, પરંતુ મોતનો આંક હજુ પણ ચિંતાજનક

ગુજરાત / રાજ્યમાં આજે વેકસીનેશન આંક 10 કરોડને પાર પહોંચ્યું :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?