Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની વિવિધ બાબતોનું રીવ્યું કરવામાં હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યુ કે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સિધ્ધ કરવા માટે બજેટની વિવિધ જોગવાઇનું ઝડપી અમલીકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
જેના ભાગરૂપે આજે કેબિનેટ બેઠકમાં નાણા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્તોનું પણ રીવ્યું કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૫-૨૬ માં રજૂ થયેલ ૩ લાખ ૭૦ હજાર કરોડથી વધુની રકમમાં ૯૯% જેટલી ચાલુ બાબતો અને ૭૭ % જેવી નવી બાબતોની મંજૂરી નાણાં વિભાગ દ્વારા આપવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
જેમાં ચાલુ બાબતોમાં કુલ – ૨૭૧૯ પૈકી ૨૬૯૨ અને નવી બાબતોમાં કુલ – ૧૧૪૮ પૈકી ૮૮૩ બાબતોને મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.
આ પણ વાંચો: રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
આ પણ વાંચો: રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન
