Right to Education Act/ RTEમાં ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ

અમદાવાદમાં આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન)માં ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. જાહેર રજાઓ આવતા મુદત લંબાવવામાં આવી છે. આરટીઇમાં અત્યાર સુધી 2.08 લાખ ફોર્મ ભરવાના આવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 03 27T114751.103 RTEમાં ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ

ગાંધીનગરઃ અમદાવાદમાં આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન)માં ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. જાહેર રજાઓ આવતા મુદત લંબાવવામાં આવી છે. આરટીઇમાં અત્યાર સુધી 2.08 લાખ ફોર્મ ભરવાના આવ્યા છે. પ્રવેશ માટે 30 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. જાહેર રજાઓ આવતા આ મુદત લંબાવવામાં આવી છે. અગાઉ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રજાઓના લીધે વાલીઓએ સમયગાળો વધારવાની માંગ કરી હતી. સરકારે આ માંગ સ્વીકારી લીધી છે.

નવા સમયગાળા હેઠળ આ પ્રવેશ પ્રક્રિયા 30 માર્ચ સુધી લંબાવવામાં આવશે. 30 માર્ચ બપોરે બાર વાગ્યા સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. જાહેર રજાઓ વધવાના લીધે મુદત વધારાઈ છે.

રાજ્યમાં ગરીબ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ મફત અને સારું શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઇનો કાયદો લાવવામાં આવ્યો છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. તેના પછી વિદ્યાર્થીને રહેણાકની નજીકની ખાનગી સ્કૂલમાં મફતમાં પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગમાં આરટીઇ દ્વારા વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી કરવામાં આવે છે અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણ અધિકાર કાયદો 2009 (આરટીઇ) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો કાયદો છે. આ કાયદો છથી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે