Surat City/ સુરતમાં વેપારીને હીરો ઓનલાઈન વેચવો પડ્યો ભારે! જાણો કઈ રીતે છેતરામણી થઈ

હીરાનગરી સુરતમાં હીરાનો વેપાર એકબીજાના ભરોસે ચાલે છે ત્યારે આજ ભરોસો તોડી અનેક વખત અનેક લોકો છેતરપિંડીનો શિકાર થતા હોય છે તેવી જ રીતે……..

Top Stories Gujarat Surat
Image 2024 07 04T134118.775 સુરતમાં વેપારીને હીરો ઓનલાઈન વેચવો પડ્યો ભારે! જાણો કઈ રીતે છેતરામણી થઈ

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતમાં ઓનલાઇન વેચાણ પર મુકેલો હીરો વેચવો એક યુવાનને ભારે પડ્યો હતો. ખોડલ જેમ્સના માલિક યોગેશ ભાઈએ એક સાઈટ પર 4.55 કરોડનો હીરો વેચાણ માટે મુક્યો હતો. જ્યારે ચિરાગ શાહ નામના વ્યક્તિએ આ હીરો ઝાંગડ પર લઈ મહીધરપુરા માં એક વેપારીને બતાવ્યો હતો આ વેપારીએ હીરો જોવાના બહાને સીવીડી હીરો પધરાવી 4.55 કરોડનો હીરો ચાવ કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ફરિયાદ ના આધારે પોલીસે જે વ્યક્તિને હીરો વેચવા આપ્યો હતો તેમને ધરપકડ કરી હતી અને 4.55 કરોડનો હીરો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હીરાનગરી સુરતમાં હીરાનો વેપાર એકબીજાના ભરોસે ચાલે છે ત્યારે આજ ભરોસો તોડી અનેક વખત અનેક લોકો છેતરપિંડીનો શિકાર થતા હોય છે તેવી જ રીતે જાંગડ પર હીરો લઈને આવનાર એક યુવાનની સાથે 4.55 કરોડની છેતરપિંડી થઈ હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેન ટેપ સાઈડ પર જી આઈ એ સર્ટિફાઇડ 10.80 કેરેટ વજન નો ડી કલર નો વિવીએસ ટુ પ્યોરિટી નો જી આઈ ટી ગ્રેડિંગ વાળો હીરો વેચાણ અર્થે મુક્યો હતો. તે હીરો વેસુ વિસ્તાર માં રહેતા ચિરાગ શાહે જાંગડ પર લીધો હતો.

WhatsApp Image 2024 07 04 at 1.42.18 PM સુરતમાં વેપારીને હીરો ઓનલાઈન વેચવો પડ્યો ભારે! જાણો કઈ રીતે છેતરામણી થઈ

દરમિયાન એક દલાલ મારફતે હીરા ખરીદવાની ઈચ્છા દર્શાવતો એક વેપારી મળ્યો હતો આ વેપારી મહિધરપુરા વિસ્તારમાં હીરા નો ધંધો કરતો હતો અને તેનું નામ હિતેશ પુરોહિત હતું. હીરો સૌપ્રથમ તેમણે જોયો હતો ને ત્યારબાદ તેમણે તેમની ઓફિસે આ હિરો ખરીદવા માટે થઈને બોલાવ્યા હતા એ સમય દરમિયાન ચિરાગભાઈ ના પુત્ર અક્ષતે હા હીરો લઈને હિતેશ પુરોહિત ની ઓફિસે ગયો હતો ત્યાં આ હીરાનો પેમેન્ટ બીજા દિવસે આપવાની વાત કરતા અક્ષત હીરો લઈને પરત આવી ગયો હતો.. ત્યારબાદ ફરી 25 તારીખના રોજ દલાલે અક્ષતને હીરો લઈને હિતેશ પુરોહિતની ઓફિસે બોલાવ્યો હતો. ત્યારબાદ સીવીડી હીરા ચેક કરાવી સર્ટી માંગી હિતેશ પુરોહિતે હીરો થોડી વાર પાસે રાખ્યો હતો. એટલી વાર માં ટોકન માટે 10 લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ પર મુક્યો હતો. એટલી વાર મા સેફ માંથી રૂપિયા લઈ આવવાનું બહાનું કરી હિતેશ પુરોહિત નીકળી ગયો હતો.

ત્યારબાદ અક્ષતે હીરો જોયો ત્યારે તે હીરો બદલાયેલો લાગતા તપાસ કરાવતા હીરો સિવિડી નીકળ્યો હતો.4.55 કરોડ નો હીરો બદલી જનાર હિતેશ પુરોહિતે ફોન પણ બંધ કરી દીધા હતા.. ઘટના બનતા તાત્કાલિક અક્ષતે પોલીસ ફરિયાદ કરી હતી..જેમાં હિતેશ પુરોહિત ,તેમજ તેના અન્ય સાગરીત ઈશ્વર પુરોહિત ,કમલેશ પુરોહિત ,દલપત પુરોહિત અને સુરેશ પુરોહિત સામે ફરિયાદ કરાઈ હતી..પોલીસે ફરિયાદ ને પગલે તપાસ શરૂ કરી હતી..જેમાં પોલીસે અલગ અલગ ટિમ બનાવી રાજસ્થાન ,પાલનપુર ,મુંબઈ વગેરે જગ્યા પર તપાસ કરી હતી..જેમાં હિતેશ પુરોહિતે દલપત પુરોહિત ને હીરા વહેંચવા આપ્યા હતા.

રાજસ્થાનના વતની દલપત હીરા સગેવગે કરે તે પહેલા જ પોલીસે દલપત ને ઝડપી પાડી તેમની પાસે રહેતા 4.55 કરોડના હીરા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મુખ્ય આરોપી હિતેશ પુરોહિત તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિન્ડ પાવર એનર્જી મેળવવામાં સુરત શહેર મોખરે, મનપાએ કરી અધધધ… કરોડની કમાણી

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે