Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાં ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, આપી શકે છે મહત્વની માહિતી

લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન કરવામાં આવ્યું.

Top Stories India Breaking News
Beginners guide to 2024 06 03T094955.936 લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાં ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, આપી શકે છે મહત્વની માહિતી

લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન કરવામાં આવ્યું. 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન થયું. જ્યારે આવતીકાલે 4જૂનના રોજ લોકસભા ચૂંટણીના તમામ તબક્કાના પરિણામો છે. એવું કદાચ પ્રથમ વખત બન્યું છે કે પરિણામોના એક દિવસ અગાઉ તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોય. 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની ચૂંટણી 1 જૂને પૂરી થઈ હતી. 2019ની સંસદીય ચૂંટણી સુધી, નાયબ ચૂંટણી કમિશનર મતદાનના દરેક તબક્કા પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા, પરંતુ હવે આ પ્રથા નાબૂદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન પંચ મતદાનની ટકાવારીથી લઈને મતોની ગણતરી સુધીની માહિતી શેર કરી શકે છે.

આ પહેલા રવિવારે ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ પાસેથી તેમના આરોપો પર તથ્યપૂર્ણ માહિતી અને વિગતો માંગી હતી. રમેશે પોતાની એક પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે મત ગણતરીના થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 150 જિલ્લા અધિકારીઓને ફોન કરવામાં આવ્યા હતા. પંચે રમેશ પાસેથી વધુ જરૂરી કાર્યવાહી માટે 2 જૂનની સાંજ સુધીમાં જવાબ માંગ્યો હતો.

19 એપ્રિલથી શરૂ થયેલી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કાની મતદાન પ્રક્રિયા શનિવારે સમાપ્ત થઈ હતી. મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે. તમામ સર્વેમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને પ્રચંડ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. આ પૈકી, શાસક ગઠબંધન એનડીએ તમિલનાડુ અને કેરળમાં તેનું ખાતું ખોલે તેવી અપેક્ષા છે. આ સાથે કર્ણાટકમાં એકતરફી જીત હાંસલ થશે તેવી આગાહી કરવામાં આવી છે. બે સર્વેક્ષણમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકોમાંથી તેની સંખ્યા સુધરશે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડાપ્રધાન બની શકે છે.

આજે INDI ગઠબંધનના નેતા એક પ્રતિનિધિમંડળ લઈને ચૂંટણી પંચ પહોંચ્યા હતા. પ્રતિનિધિમંડળ વતી ચૂંટણી પંચને માંગ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ મતગણતરીની પ્રક્રિયામાં કડક તકેદારી રાખી. મતગણતરીની આખી પ્રક્રિયા નિયમ મુજબ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી. INDI ગઠબંધનના નેતા અભિષેક મનુ સિંધવી, ડી રાજા, રામ ગોપાલ યાદવ, નાસિર હુસૈન, સંજય યાદવ, સલમાન ખુર્શીદ અને સીતારામ યેચુરી સામેલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આખરે CM કેજરીવાલે કર્યું આત્મસમર્પણ, કોર્ટે તેમને 5 જૂન સુધી મોકલ્યા જેલમાં

આ પણ વાંચો:નાણામંત્રીની આવકવેરા સંબંધિત જાહેરાત સાંભળીને મધ્યમ વર્ગને લાગ્યો આંચકો

આ પણ વાંચો:દેશમાં હીટ સ્ટ્રોકના લીધે કુલ 56નાં મોત નીપજ્યા