ગુજરાત/ રાજયમાં દિવાળીના તહેવાર જામ્યો , અનેક જગ્યાએ ભીડો જોવા મળી રહી છે ..

દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

Gujarat
Untitled 67 રાજયમાં દિવાળીના તહેવાર જામ્યો , અનેક જગ્યાએ ભીડો જોવા મળી રહી છે ..

રાજયમાં આજે  દિવાળીતહેવાર  ખુબ જ ધામધૂમથી ઉજવાય રહ્યો  છે. લોકોમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા  મળી રહ્યો છે. ત્યારે નાના બાળકો ફટાકડા ફોડવાનું શરુ કરી દીધું  છે તો અમુક  દુકાનો માં આજે ચોપડા પૂજન પણ શરુ કરાયું છે. લોકો માં લક્ષ્મીની  કૃપા મેળવવા  કરતા હોય છે.  ત્યારે અમુક   મંદિરોમાંભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહેસાણામાં પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં માતાજીને સોનાનો થાળધરાવવામાં આવ્યો.

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ડાકોર મંદિરમાં પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો ;રાજકોટ / દિવાળીના તહેવારોમાં પણ ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લુ રહેશે

દિવાળીના મહાપર્વ નિમિત્તે અમદાવાદના વેજલપુરના મહાલક્ષ્મી મંદિરમાં શ્રી યંત્રની પૂજા કરવામાં આવી.દિવાળીના શુભ દિવસે શ્રી યંત્રની પૂજાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. સુખ-સમૃદ્ધિ મેળવવા લોકો લક્ષ્મી માતા અને શ્રી યંત્રની પૂજા કરે છે..તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ મંદિરમાં 6 ફૂટ લંબાઈ 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું.

અમદાવાદના ગુરૂકુળ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પૂજન કરાયું. સંતોની હાજરીમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વેપાર-ધંધાની વૃદ્ધિ અર્થે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું.તો બીજી તરફ સુરતના ઉદ્યોગકારોએ આજના દિવસે ચોપડા પુજન અને લક્ષ્મી પૂજન કરી રહ્યા છે. લોકો બજારોમાં પણ ખરીદી કરવામાં મશગુલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :હાશ…! દિવાળી સુધરી /  ફૂલ બજારમાં તેજીનો માહોલ, ભાવ થયા ડબલ