Not Set/ કોરોના કાળમાં બાળકોનું ભાવિ અંધકાર મય : હજુ સુધી શાળાના બાળકોને નથી મળ્યા પાઠ્યપુસ્તકો !

આ અંગે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરતા તેઓને પડી રહેલી મુશ્કેલીઓ જણાવતા કહ્યું છે કે હાલ અમારે છેલ્લા ઘણા સમયથી શાળા દ્વારા શિક્ષણ આપવાનું શરૂ થઈ ચુક્યુ છે, પરંતુ અમને પાઠયપુસ્તકો પ્રાપ્ત થયા નથી તો અમારે અભ્યાસ કઈ રીતે કરવો ? કઈ રીતે વાંચવું ?

Top Stories Gujarat
junagadh school 1 કોરોના કાળમાં બાળકોનું ભાવિ અંધકાર મય : હજુ સુધી શાળાના બાળકોને નથી મળ્યા પાઠ્યપુસ્તકો !

વૈશાલી કગરાણા,જૂનાગઢ@મંતવ્ય ન્યૂઝ

શિક્ષણનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા સહિત ઘણા બધા તાલુકાઓમાં ફિયાસ્કો થતો જોવા મળ્યો છે. માંગરોળ તાલુકામાં ઘણી શાળાઓ આવેલી છે, આ શાળાની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા દોઢેક માસથી ઓનલાઈ શિક્ષણ શરૂ થઇ ચુક્યુ છે, ત્યાર બાદ હાલ ધોરણ ૧૨નું ઓફલાઇન શિક્ષણ પણ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને પુરાં પાડવામાં આવતા પુસ્તકો માંગરોળ તથા અન્ય ઘણા તાલુકાના વિદ્યાર્થીઓને હજુ સુધી પ્રાપ્ત થયા નથી. તો ઓનલાઇન કે પ્રત્યક્ષ શિક્ષણમાં વિદ્યાથીઓ કેવી રીતે અભ્યાશ કરે ?

junagadh school 2 કોરોના કાળમાં બાળકોનું ભાવિ અંધકાર મય : હજુ સુધી શાળાના બાળકોને નથી મળ્યા પાઠ્યપુસ્તકો !

આ અંગે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરતા તેઓને પડી રહેલી મુશ્કેલીઓ જણાવતા કહ્યું છે કે હાલ અમારે છેલ્લા ઘણા સમયથી શાળા દ્વારા શિક્ષણ આપવાનું શરૂ થઈ ચુક્યુ છે, પરંતુ અમને પાઠયપુસ્તકો પ્રાપ્ત થયા નથી તો અમારે અભ્યાસ કઈ રીતે કરવો ? કઈ રીતે વાંચવું ? જ્યારે શિક્ષકો દ્વારા વિષયવસ્તુ સમજાવવામાં આવે ત્યારે અમારી સામે પુસ્તકજ ન હોય તો કોન્સેપ્ટ કેવી રીતે ક્લિયર થાય ? આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેવું જણાવવામાં આવ્યું છે. શાળાઓમાં આ પ્રશ્ન અંગે જણાવતા કહેવામાં આવ્યું કે અમારે ઉપરથી જ પુસ્તકો આવ્યા નથી તો કેવી રીતે આપવા ?

આ તકે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને માંગરોળ તાલુકામાં વહેલ તકે પુસ્તકો પ્રાપ્ત થાય તેવી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક તથા શિક્ષણ ખાતાને અપીલ છે. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ગંભીરતાથી નોંધ લે તથા આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ તુરંત કાર્યવાહી કરી બાળકોના ભવિષ્યને અંધકાર મય બનતું અટકાવે તેવી લોક માંગણી ઊઠી રહી છે.

majboor str 1 કોરોના કાળમાં બાળકોનું ભાવિ અંધકાર મય : હજુ સુધી શાળાના બાળકોને નથી મળ્યા પાઠ્યપુસ્તકો !