Hariyana News : ફરીદાબાદમાં એક માર્ગ અકસ્માતમાં દુલ્હનનું મોત નીપજ્યુ હતું. દુલ્હન અંકીતાના માસા મિથિલેશે જણાવ્યું હતું કે સવારે અંકિતા પોતાના પિતરાઈ ભાઈ નીશાંત કુમાર અને બહેનપણી સાથે કાકીના ઘરે દિલ્હીના વિનયનગર જઈ રહી હતી. જ્યાં લગ્ન પહેલા પૂજા પાઠ કરવાની વિધી હતી. દરમિયાન તેમની કાર સેક્ટર 37 બાયપાસ રોડ પર ઉભા રહેલા ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં અંકિતાનું મોત નીપજ્યુ હતું.
હરિયાણાના ફરીદાબાદમાં એક માર્ગ અકસ્માતમાં દુલ્હનનું મોત નીપજ્યુ હતું. અકસ્માતના દિવસે જ તેના લગ્ન થવાના હતા. તે પોતાના પિતરાઈ ભાઈ અને બેહનપણી સાથે દિલ્હીમાં કાકીના ઘરે પૂજો કરવા જઈ રહી હતી. તે સમયે તેમની કાર રોડ પર ઉભા રહેલા ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં તે ગંભીરપણે ઘાયલ થઈ ગઈ હતી. જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા.
બાનવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થે પહોંચી ગઈ હતી. પોલીસ તાત્કાલિક અંકિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે સારવાર દરમિયાન દુલ્હન અંકિતાનું મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે અંકિતાના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંકિતા મુથુટ ફાયનાન્સમાં કામ કરતી હતી. તે મુળ બિહારના વૈશાલી જીલ્લાની રેહવાસી હતી.
અંકિતાના લગ્ન મોલર બંદ બદરપુર દિલ્હીના રહેવાસી રજનીશ સાથે નક્કી થયા હતા.
આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર
આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો