Not Set/ VIDEO: પોલીસની હાજરીમાં જ લોકોએ કરી દારૂની ચોરી, અધિકારીઓ જોતા રહી ગયા

ગોંડલ, ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર ગોંડલ તાલુકા પોલીસ તેમજ વિરપુર પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે કેટલાક શખ્સો દ્વારા દારૂની બોટલોની ચોરી કરવામાં આવી હતી  જે અંગે વિરપુર પોલીસે ફરિયાદી બની ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર ગત તારીખ 13 જૂનના સવારના સુમારે […]

Gujarat Rajkot Videos
gondal daru naash VIDEO: પોલીસની હાજરીમાં જ લોકોએ કરી દારૂની ચોરી, અધિકારીઓ જોતા રહી ગયા

ગોંડલ,

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર ગોંડલ તાલુકા પોલીસ તેમજ વિરપુર પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે કેટલાક શખ્સો દ્વારા દારૂની બોટલોની ચોરી કરવામાં આવી હતી  જે અંગે વિરપુર પોલીસે ફરિયાદી બની ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર ગત તારીખ 13 જૂનના સવારના સુમારે ગોંડલ તાલુકા પોલીસ તેમજ વિરપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂના જથ્થાના નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ તકે પ્રાંત અધિકારી રાયજાદા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.

વિરપુર પોલીસે 14 કિમી દુર ગોંડલમાં જઈ નાશ કર્યો હતો. તે દરમિયાન અધિકારીઓ અને પોલીસની નજર ચૂકવી મુકેશ ઉર્ફે ડીગો વેલાભાઇ મકવાણા રહીશ વિરપુર, ભાવેશ ટોડીયા રહીશ જામવાળી, અશ્વિન ઉર્ફે ચકો રામજી બગડા રહીશ વોરાકોટડા તેમજ એક અજાણ્યા શખ્સ દ્વારા વિદેશી દારૂની બોટલ ચોરી કરવામાં આવી હતી. જે અંગેની વિરપુર પોલીસને જાણ થતા, આજરોજ વિરપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર. ડી. ચોહાણ દ્વારા ગોંડલ પોલીસ મથકમાં દારૂની બોટલો ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ અને સરકારી તંત્ર દ્વારા વિદેશી દારૂના વિપુલ જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલાક પ્યાસાઓની  પણ ત્યાં હાજરી હતી અને અધિકારીઓની નજર ચૂકવી દારૂની બોટલો ચોરી કરવામાં આવતી હોય જે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા લાગતા આખરે જિલ્લા પોલીસ તંત્ર હચમચી ઉઠયું હતું.