તાપી/ કોરોનાના કેરમાં વ્યારા જનરલ હોસ્પિ.ની ઘોર બેદરકારી, જીવિત વ્યક્તિનો કર્યો મૃત જાહેર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૨૦૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારબાદ પણ રાજ્યની કેટલીક હોસ્પિટલની ઘોરબેદરકારી સામે આવે છે,

Gujarat Others
A 312 કોરોનાના કેરમાં વ્યારા જનરલ હોસ્પિ.ની ઘોર બેદરકારી, જીવિત વ્યક્તિનો કર્યો મૃત જાહેર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૨૦૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારબાદ પણ રાજ્યની કેટલીક હોસ્પિટલની ઘોરબેદરકારી સામે આવે છે, જેમાં કોઈ જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દે છે અને પરિવારજનોને મૃતદેહ લઇ જવા માટે કહેવામાં પણ આવે છે.

આ જ રીતે સરકારી તંત્રને બેદરકારીને ઉજાગર કરતી એક ઘટના તાપી જીલ્લાના વ્યરામાંથી સામે આવી છે. વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં કોવિડ વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં એક 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ જીવિત હોવા છતાં તેમને મૃત જાહેર કરી દીધા હતા.

આ પણ વાંચો :કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

આ ઘટના પર નજર કરીએ તો, જીલ્લાના ૭૨ વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિની તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, ત્યારબાદ દાખલ કર્યાના થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેઓની તબિયત વધુ ખરાબ ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :દહેગામ-બાયડ હાઈવે પર અકસ્માત, 2 લોકોનાં મોત

જો કે ત્યારબાદ આ સમાચાર મળતા જ તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ થોડીવારમાં જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે. જેથી પરિવારજનો અને સંબંધીઓએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો.

આ પણ વાંચો :કોરોના કાળમાં ચોરે અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરી ટેસ્ટ કિટની ચોરી, જીંદગીમાં ક્યારેય નહીં જોઈ આ પ્રકારની ચોરી