Maratha Reservation Movement/ મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતને! ST સેવા ઠપ

મરાઠા આરક્ષણની માંગને લઈને મહારાષ્ટ્રમાં હોબાળો થયો છે. મનોજ જરાંગેના નેતૃત્વમાં 24 ઓક્ટોબરથી આંદોલન ચાલી રહ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 01T121044.960 મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતને! ST સેવા ઠપ

મરાઠા આરક્ષણની માંગને લઈને મહારાષ્ટ્રમાં હોબાળો થયો છે. મનોજ જરાંગેના નેતૃત્વમાં 24 ઓક્ટોબરથી આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ અનેક જગ્યાએ આંદોલન હિંસક પણ બન્યું છે. આ હિંસાને પગલે સાપુતારામા ગુજરાતની બસો થંભાવી દેવાની ફરજ પડી છે.

માહિતી અનુસાર, મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારી બસોને થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવી દેવામાં આવી છે. એસટી વિભાગના આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે. નોંધનીય છે કે, ડાંગ તરફથી નાસિક -શિરડી અને તે તરફના રુટ પર બંને રાજ્યના લોકો મોટી સંખ્યામાં અવર-જ્વર કરતા હોય છે.

સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાતથી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા નજીક અટકાવી દેવામાં આવી છે તો સાથે આગળ આદેશ સુધી બસ આગળ ન ધપાવવા પણ સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતને! ST સેવા ઠપ


આ પણ વાંચો: જ્ઞાનસહાયક/ માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સહાયક બનશે જ્ઞાન સહાયક

આ પણ વાંચો: Maharashtra/ મરાઠા આરક્ષણ આંદોલન, એક દિવસમાં 9 લોકોએ કરી આત્મહત્યા

આ પણ વાંચો: Traders Strike/ દિવાળી તહેવાર ટાણે રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો આજથી બેમુદતી હડતાળ પર