Not Set/ કોરોનાથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂ સેનિટાઇઝ કરાયું

કાકરિયા ઝૂ ને સેન્ટાઇઝ કરવામાં આવ્યું

Gujarat
zoo કોરોનાથી પ્રાણીઓને બચાવવા કાંકરિયા ઝૂ સેનિટાઇઝ કરાયું

દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે. કોરોનાના લક્ષણો હવે પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યા છે.હાલમાં જ  8 જેટલા સિંહા કોરોના સંક્રમિત થયા હતા. તેને ધ્યાનમાં રાખી કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા તમામ પ્રાણીઓના પાંજરા સહિત અનેક સ્થળો પર સેન્ટાઇઝ કરવામાં આવ્યુ છે.પ્રાણીઓમાં કોરોના ના ફેલાય તે માટે અગમચેતી પગલાં કાંકરિયા ઝૂ વિભાગે લીધા  છે.

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક છે આ વાયરસ પ્રાણીઓને પણ અસર કરે છે.હૈદરબાદ ઝૂ માં 8 સિંહોને કોરોના લક્ષણો સામે આવતા તંત્રમાં ચિંતા વ્યાપી ગઇ હતી.તેથી રાજ્ય સરકારે તમામ પ્રાણી સંગ્રહાલયની તકેદારી અને સાવચેતી રાખવાની સૂચના આપી દીધી છે

અમદાવાદના કાંકરિયાના પ્રાણીસંગ્રલયના ડૉ આર. કે. સાહુએ જણાવ્યું હતું કે, પ્રાણીઓ પર કોરોનાની અસર નહીવત છે, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. પ્રાણીઓમાં કોરોનાની અસર જ્યારે થતી હોય છે ત્યારે લાડ ટપકવી, ખાંસી જેવા અનેક લક્ષણો દેખાય જાે આવા લક્ષણો જોવાય તો  સારવાર શરૂ કરી દેવામાં આવે છે. કાંકરિયા ઝૂમાં હજી સુધી કોઈ પશુ-પક્ષી અથવા કોઈ પ્રાણી બીમાર થયા નથી અને બીજી તરફ સ્ટાફ દ્વારા સતત ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. ઝૂ માં પણ દરેક પ્રાણીના પાંજરામાં બે થી ત્રણ વાર સેનિટાઇઝ કરવામાં આવે છે.