Not Set/ મેઘ પધરામણીની કાયદેસર તારીખ આવી ગઇ, જાણી લો મેધાનું સેડ્યૂલ

કેરળમાં 8 જૂનને દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયું છે. સામાન્યતા કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ થોડા દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચી જતું હોય છે અને મુંબઇમાં વરસાદની વિધીવત રીતે શરૂઆત થયાનાં બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસુ બેસી જાય છે. આ વખતે આમતો ચોમાસુ ગુજરાતમાં થોડા દિવસ મોડું છે. ચોમાસુ મોડું થવાનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું વાયુ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
rainy1 મેઘ પધરામણીની કાયદેસર તારીખ આવી ગઇ, જાણી લો મેધાનું સેડ્યૂલ

કેરળમાં 8 જૂનને દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયું છે. સામાન્યતા કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ થોડા દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચી જતું હોય છે અને મુંબઇમાં વરસાદની વિધીવત રીતે શરૂઆત થયાનાં બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસુ બેસી જાય છે.

rainy2 મેઘ પધરામણીની કાયદેસર તારીખ આવી ગઇ, જાણી લો મેધાનું સેડ્યૂલ

આ વખતે આમતો ચોમાસુ ગુજરાતમાં થોડા દિવસ મોડું છે. ચોમાસુ મોડું થવાનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું વાયુ છે. વાયુ આમતો ગુજરાતમાં તબાહી મચાવવાની દહેશત સર્જી દિશા બદલી લેતા ગુજરાત પરથી મોટી ઘાત ટળી ગઇ છે. પરંતુ વાયુનાં કારણે નૌઋત્યનાં ચોમાસાની સિસ્ટમ પણ વેરવિખેર થઇ ગઇ છે. જોકે, વાયુ વાવાઝોડું ગુજરાતનાં કાંઠે અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે. જેને કારણે વરસાદની સિસ્ટમ પૂર્ણ રીતે ખોરવાઇ ન હોવાનાં અંદાજ સાથે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂન અસપાસ જ ચોમાસુ બેસે તેવુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્રારા 24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તો રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે તેવી આગાહી સાથે ચોમાસાનાં કાયદેસર આગમનની વઘામણી કરવામા આવી છે.

આપને જણાવી દઇએ કે છેલ્લા દિવસમાં વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા, અરવલ્લી, સૌરાષ્ટ્ર સહિત રાજ્યાના અનેક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. જોકે આ વરસાદનું કારણ વાયુ વાવાઝોડાનું લો-પ્રેશર સ્ટોમમાં પરિવર્તીત થવુ માનવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.