સુરેન્દ્રનગર/ બોડીયા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા સ્થાનિકોમાં રોષ ભરાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામે લીયાદ તરફ જવાના માર્ગ પર આવેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યું છે.

Gujarat Others
Untitled 554 બોડીયા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા સ્થાનિકોમાં રોષ ભરાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. પશુપાલકો તળાવ પાસે માલઢોરને ચરાવવા લઈ જતા પણ ફફડી રહ્યા છે.

આ પણ વાંચો:કોરોના / રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા

લીંબડી તાલુકાના બોડીયા ગામે લીયાદ તરફ જવાના માર્ગ પર આવેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યું છે. કેમિકલ વેસ્ટની દુર્ગંધના કારણે આજુબાજુના રસ્તા પર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. કેમિકલ વેસ્ટ શેનું છે તે જાણી શકાયું નથી પરંતુ એની દુર્ગંધ એટલી ભયંકર છે કે અડધો કિલોમીટર દૂરથી મહેસૂસ કરી શકાય છે.

આ પણ વાંચો :પ્રવાસ / રોમમાં PM નરેન્દ્ર મોદીનું શિવ તાંડવ ગાઇને કરાયું ભવ્ય સ્વાગત,મોદીના નારાથી ગુંજી ઉઠયું

તળાવમાં ઠલવાયેલું કેમિકલ વેસ્ટ પાણીમાં ભળ્યા પછી શું નુકસાન નોતરશે તે તો આવનારો સમય બતાવશે. કેમિકલ વેસ્ટના કારણે ગ્રામજનોએ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ લીયાદના માર્ગે પશુઓ ચરાવવા જતા પશુપાલકો ફફડી રહ્યા છે. આર્થિક લાભ ખાટવા તળાવમાં કેમિકલ વેસ્ટ નાંખી પશુઓ અને લોકોની જીંદગી જોખમમાં મૂકનાર શખ્સોને ઝડપી તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી બોડીયાના ગ્રામજનોએ માગ કરી રહ્યા છે. જો કે હંમેશાની જેમાં ખુલ્લી આંખે નિંદ્રાધીન પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ઘટના અંગે કશી જાણકારી હોય તેવું દેખાઈ રહ્યું નથી.