bjp gujarat/ નવી સરકારની રચના સાથેનું મુખ્ય ધ્યેયઃ 2024માં 26 બેઠકો

ભાજપે સત્તા મેળવ્યા પછી હવે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે.

Top Stories Gujarat
Bhupendra patel 1 નવી સરકારની રચના સાથેનું મુખ્ય ધ્યેયઃ 2024માં 26 બેઠકો
  • 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાની સાથે 25 સભ્યોનું નવુ મંત્રીમંડળ રચાશે
  • ગુજરાતના ચારેય ઝોન વચ્ચે સંતુલન સાધીને મંત્રીઓ પસંદ કરવામાં આવશે
  • મંત્રી પસંદ કરવામાં જ્ઞાતિગત સમીકરણો પર પણ ધ્યાન આપવામાં આવશે

ભાજપે સત્તા મેળવ્યા પછી હવે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે.

ભાજપે અત્યાર સુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણી. વર્ષ 2019ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના મળીને 25 જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.

તમામ જ્ઞાતિ આધારિત સમીકરણો આવરી લેવાની સંભાવના
ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. ગુજરાતમાં અગાઉ ભાજપની સરકાર દરમિયાન મંત્રીપદ ભોગવી ચૂકેલા અનેક એવા નેતાઓ છે, જેમને વર્ષ 2022ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે. એવા તમામ ધારાસભ્યો, જેઓ અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તદુપરાંત અનુભવી પણ છે તે પૈકીના અનેક લોકોનો કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

અન્ય સમાજને આવરી લઈ જ્ઞાતિ આધારિત સમીકરણોમાં સમતુલા જાળવશે
એમ નથી કે માત્ર પાટીદાર અને ઓબીસી સમાજ થકી જ સરકારના મંત્રીઓ નક્કી કરાશે. ભાજપ પોતાના આ પસંદગી સમીકરણમાં અન્ય સમાજના સમીકરણને પણ બરાબર ધ્યાનમાં રાખશે. જ્ઞાતિ આધારે સમીકરણોની સમતુલા જાળવવા ભાજપ પૂરતો પ્રયાસ કરશે અને એક નવા મંત્રીમંડળની રચના કરશે.

શાસક પક્ષના મુખ્ય દંડક સાથે વધુ બે ચહેરાને હોદ્દા અપાઈ શકે છે
વિધાનસભામાં અત્યારસુધી શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે નડિયાદ બેઠકના પંકજ દેસાઈ જવાબદારી નિભાવતા જોવા મળ્યા છે, પરંતુ નવા રચાનારા મંત્રીમંડળ દરમિયાન શાસક પક્ષના મુખ્ય દંડક સહિત દંડક અને નાયબ દંડકની નિમણૂક કરાઈ શકે છે. આ જવાબદારી અનુક્રમે જેઠા ભરવાડ અને ભરત પટેલને સોંપાય એવી સંભાવના છે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ નવી સરકારની 12મીએ શપથવિધિ, સીએમે મંત્રીઓ સાથે આજે રાજ્યપાલને આપ્યું રાજીનામુ

ગુજરાત ચૂંટણી 2022/ ગુજરાતમાં કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નથી, ભુપેન્દ્ર પટેલ અપવાદ બનશે