Gujarat/ અમદાવાદમાં કરોડનાં ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ

અમદાવાદ શહેરનાં શાહીબાગમાં સુલતાન શેખ નામનાં શખ્સની ગુજરાત ATS એ ધરપકડ કરી હોવના અહેવાલ આવી રહ્યા છે….

Ahmedabad Gujarat
sssss 114 અમદાવાદમાં કરોડનાં ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ
  • અમદાવાદમાં 1 કરોડનાં ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ
  • ગુજરાત ATSને મળી મોટી સફળતા
  • શાહીબાગમાં સુલતાન શેખ નામના શખ્સની ધરપકડ
  • એક કિલો મેથાફેટામાઇન સાથે આરોપી ઝડપાયો
  • મુંબઇથી જ્થ્થો લઇ અમદાવાદ પહોંચાડવાનો હતો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શાહિદ કપૂરની ફિલ્મ ઉડતા પંજાબમાં જેમ નશાખોરીનું આખું નેટવર્ક દેખાડવામાં આવ્યુ હતું. તેવું જ નેટવર્ક વાસ્તવિક રીતે દેશમાં અનેક જગ્યાએ અસ્તિત્વમાં છે. નશાખોરો પોતાના રોટલા શેકવા માટે નવા નિશાળિયા છોકરાઓને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને પ્રતિબંધિત નશાની વસ્તુઓની લત પર તેમને ચડાવીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે.

અમદાવાદમાં ડ્રગ્સને ઘુસાડવા માટે ડ્રગ્સ પેડલર નીત નવા નુસખાઓ અજમાવી રહ્યા છે. હાલમાં જ ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો ત્યારે ગુજરાત ATS એ બુધવારે અમદાવાદનાં શાહીગગ પાસેથી મુંબઈનાં સુલતાન શેખ નામનાં ઈસમની બાતમીનાં આધારે ધરપકડ કરી છે. મુંબઈથી અમદાવાદ મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો લઈને આ યુવક આવ્યો હતો. ATS એ શાહિબાગનાં મહાપ્રજ્ઞજી ઓવરબ્રિજ પાસેનાં વિસ્તારમાંથી 1 કિલોગ્રામ  મેથામ્ફેટામાઈનનાં જથ્થો જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 1 કરોડ થાય છે તે જથ્થા સાથે સુલતાન શેખને ઝડપી પાડ્યો છે.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે સુલતાન શેખે આ ડ્રગ્સનો જથ્થો અજમેર શરીફ દરગાહનાં ખાદીમ નામે વસીમે  18મી જાન્યુઆરીએ પોતાનાં માણસો મારફતે મુંબઈની શાલીમાર  હોટલ પાસે પહોંચાડ્યુ હતુ. જે બાદ સુલતાન શેખ મુંબઈથી ટ્રાવેલ્સની બસમાં બેસી અમદાવાદ આવ્યો હતો. જ્યાં તે આ ડ્રગ્સનો જથ્થો અજમેર શરીફ દરગાહનાં ખાદીમ નામે વસીમનાં કહેવા મુજબ અમદાવાદની મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદિરની બાજુમાં એક લાલ રંગની ટીશર્ટ વાળા શખ્સને આપવાનો હતો. ATS એ હાલતો આરોપીની ધરપકડ કરી જે શખ્સ  મેથામ્ફેટામાઈન ડ્રગ્સ લેવા આવવાનો હતો તેની શોધખોળ હાથ ધરી છે.

Ahmedabad: જમાલપુર બાદ ગોમતીપુરમાં વીજચોરી પકડાઈ, ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

Gujarat: ફાજલ શિક્ષકો માટે આવ્યા સુખદ સમાચાર, શિક્ષણ વિભાગે કર્યો સત્તાવાર પરિપત્ર

Jamnagar: જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઇ તંત્ર થયું સક્રિય, જાહેર કરી મતદારયાદી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો