Banaskantha/ રામ મંદીર નિર્માણ નિધિમાં મુસ્લિમ બીરાદરોએ દાન આપી રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

રામ મંદિર નિર્માણ નિધિમાં દાન આપી મુસ્લિમ બિરાદરોએ રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે

Gujarat Others
Untitled 33 રામ મંદીર નિર્માણ નિધિમાં મુસ્લિમ બીરાદરોએ દાન આપી રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

@ચેહરસિંહ વાઘેલા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

રામ મંદીર નિર્માણ નિધિમાં કાંકરેજનાં પ્રતિષ્ઠિત એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈએ (એડવોકેટ એન્ડ નોટરી) રુપિયા 11,111 અને મેમણ ઈદ્રિશભાઈ મહમદહુસેન ઉર્ફે બચુભાઈએ રુપિયા 11,000 નું સમર્પણ થરા જલારામ મંદિર ખાતે વિશ્વ હિંદુ પરીષદનાં પ્રમુખ દિપક ભાઇ જોષીને સુપ્રત કરી બેઉ મુસ્લિમ બિરાદરોએ રાષ્ટ્રીય એકતાનું ઉમદા ઉદાહરણ પુરું પાડેલ છે.

Untitled 34 રામ મંદીર નિર્માણ નિધિમાં મુસ્લિમ બીરાદરોએ દાન આપી રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

આ દિવ્ય અવસરે જલારામ મંદિર થરાનાં પ્રમુખ વિજયભાઇ ઠક્કર, ટ્રસ્ટી નિરંજનભાઇ ઠક્કર, વિ.હી.પ કાર્યકર શાંતુજી ઠાકોર ,સંજયભાઇ પ્રજાપતિ, હિસાબ પ્રમુખ નિતીનભાઇ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમર્પણની જાહેરાત પ્રહલાદભાઇ ઠક્કરે કરી હતી. મુસ્લિમ બિરાદરોએ સ્વેચ્છાએ રામ મંદિર માટે સમર્પણ કરી એક નવા અધ્યાયયની શુભ શુરુઆત કરી છે. બેઉ બિરાદરોને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ કાર્યની નોધ સમગ્ર પંથકમાં લેવાઇ છે અને અન્ય લોકોને પણ આવતા સમયે નવી પ્રેરણા મળશે.

Panchmahal: કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપી પાડી કરી કાયદેસરની કાર્યવાહી

Surendranagar: નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા ભારે રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો