ગુજરાત/ નવનિર્મિત સ્ટેશન હોટેલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈના રોજ ગાંધીનગર આવશે

ગાંધીનગરમાં  રેલવે અને ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થી રૂ. 550 કરોડથી પણ વધુના ખર્ચે સ્ટેશન ઉપર 10 માળની ફાઇવસ્ટાર હોટેલ તૈયાર કરવામાં આવી છે

Gujarat Others
Untitled 54 નવનિર્મિત સ્ટેશન હોટેલના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈના રોજ ગાંધીનગર આવશે

  રાજય માં વિકાસ ના  કામો ખુબ ઝડપતા થી થઇ  રહ્યા છે . જેમાં ભાજપ  સરકાર દ્વારા વિકાસ માં વધુ એક ઉમેરો થયો છે અને રાજ્ય માં કરોડો ના ખર્ચે સરકારે ખુબજ વૈભવશાળી રેલવે સ્ટેશન કમ ભવ્ય હોટલ સરકાર હવે જનતા ને સમર્પિત કરવા જઈ રહી છે જેમને જોતા જ મોઢામાંથી વાહ શબ્દ નીકળી જશે.

 રાજયનું  ગીફ્ટ સીટી એવું  ગાંધીનગરમાં  રેલવે અને ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થી રૂ. 550 કરોડથી પણ વધુના ખર્ચે સ્ટેશન ઉપર 10 માળની ફાઇવસ્ટાર હોટેલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કેનેડિયન વૂડના ઇન્ટીરિયર, ઇટાલિયન માર્બલ્સ અને 1-1 કરોડના ખર્ચે મગાવેલા આકર્ષક ઝુમ્મર આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યા છે. ગુજરાતની હેરિટેજ થીમ આધારીત 318 રૂમ ધરાવતી આ હોટેલ અને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.18 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે .

 ત્યાર બાદ પહેલી ઓગસ્ટથી હોટેલ જનતા માટે ખુલ્લી મુકાશે.આ લકઝુરિયસ હોટેલમાં સાદા રૂમ, ડિલક્સ રૂમ, લક્ઝરી રૂમ, રોયલ સ્યુટ, ક્લબ રૂમ, પ્રેસિડેન્શિયલ સ્યુટ, 300 લોકોની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, બે રેસ્ટોરાં, ફુલ સર્વિસ સ્પા, આઉટડોર પૂલ, સેફ ડિપોઝિટ બોક્સ, કોફી શોપ, બ્રેકફાસ્ટ સર્વિસ, ડોક્ટર ઓન કોલ, સીસીટીવી સાથે સિક્યોરિટી, બ્યુટી પાર્લર, કરન્સી એક્સચેન્જ સહિતની સુવિધાઓ હોય આકર્ષણ નું કેન્દ્ર બની છે.