રાજકોટ/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ,જુઓ દ્રશ્યો…

જામનગર રોડ પર આવેલ પીડીયું મેડિકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા બે ડોક્ટરોને ડેંગ્યુ થતા હોસ્ટેલમાં અફરાતરફી મચી ગયા છે જેથી બંને ડોક્ટરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

Rajkot Gujarat
Untitled 228 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ,જુઓ દ્રશ્યો...

રાજકોટ શહેરમાં કોરોના  કેસ ઓછા થતા  હવે ડેંગ્યૂ,મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક જ સપ્તાહમાં   શહેરમાં  ડેન્ગ્યુના 16,મલેરિયાના-7,ચિકનગુનિયા  અને ટાઇફોડના પાંચ પાંચ કેશો હોસ્પિટલ  ચોપડે નોંધાયા છે.સાથો સાથ બે ડોક્ટરો પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે.પીડીયું મેડિકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા બે ડૉક્ટરીઓને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે બોય્સ હોસ્ટેલ વરસાદ જતા મચ્છરોનું જાણે રહેણાંક બની ગયું હોઈ તેવું લાગી રહ્યું છે.

હાલ વરસાદ બે દિવસ ધોધમાર પડ્યો હતો અને બાદ થંભી ગયો હતો ને ફરી એકદિવસ માટે આગમન થયું હતું જેથીવરસાદની પેટર્ન બદલાતા ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જતા ડેન્ગ્યુના મચ્છરો ઉપરાવ થયા છે. આ સ્થિતિ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માટે ઘણી માફક આવે છે.

Untitled 227 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ,જુઓ દ્રશ્યો...

જામનગર રોડ પર આવેલ પીડીયું મેડિકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા બે ડોક્ટરોને ડેંગ્યુ થતા હોસ્ટેલમાં અફરાતરફી મચી ગયા છે જેથી બંને ડોક્ટરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.શહેરમાં વરસાદ પડ્યા બાદ હોસ્ટેલ ગંદકીનું ઘર બની ગયું છે અને ઠેર ઠેર ખાબોચિયા ભરાયા છે જેથી ડેંગ્યુના મચ્છરોનો ઉપદ્રવે છે.હોસ્ટેલ ગેટની અંદર પ્રવેશતા જ ખાબોચિયા ભરાયેલા દ્રશ્યો જોવા મળે છે અને હોસ્ટેલ કાદવમાં સમાયું હોઈ તેવું નઝરે પડે છે.

હોસ્ટેલમાં આવેલ શોંચાલયમાં ભારેગંદકી જોવા મળે છે.અને હોસ્ટેલના ઇલેક્ટ્રિક રૂમમાં પણ ભારે ગંદકીવાળ જોવા મળી રહ્યો છે.તંત્રના કહેવા મુજબ ડેંગ્યુના કેસ આવતા સાફ-ફાઈનું  કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.પરંતુ હજુ પણ ઠેર ઠેર ગંદકી વાળ અને પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે.હાલ હોસ્ટેલમાં રહેતા જીવ બચાવનાર ડોક્ટરોની હાલત અત્યારે બત્તર છે અને તેઓ જ જીવનના જોખમે વસવાટ કરી રહ્યા છે.

Untitled 229 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ,જુઓ દ્રશ્યો...