astronomical phenomenon/ આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્તાહના અંતમાં જોવા મળશે

ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ અસર પર અસર થશે. શરદપૂનમના દિવસે થતું ચંદ્રગ્રહણ વૃષભ, કન્યા અને સિંહ રાશિના જાતકોને શુભ ફળ આપશે.

India Trending Dharma & Bhakti
YouTube Thumbnail 2023 10 25T160740.573 આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્તાહના અંતમાં જોવા મળશે

ઓક્ટોબર મહિનાના અંતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ 28-29 ઓક્ટોબરની રાત્રે થશે. જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. અને આ કારણે ચંદ્ર લાલ અથવા ઝાંખો દેખાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને વિશેષ મનાવવામાં આવે છે. આ વર્ષે ખાસ દિવસે ચંદ્રગ્રહણનો યોગ બની રહ્યો છે જે ભારત સહિત અન્ય સ્થાનો પર પણ દેખાશે.

નવરાત્રિ પૂર્ણ થતાં શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણનો યોગ બનવા જઈ રહ્યો છે. 28-29 ઓક્ટોબરે થતું ચંદ્રગ્રહણ પૃથ્વીના અડધા ભાગ પર જોવા મળશે. ભારતમાં તે 29 ઓક્ટોબરના પ્રારંભિક કલાકોમાં દેખાશે. મધ્યરાત્રિની આસપાસ ભારતના તમામ વિસ્તારોમાં દેખાશે. જ્યારે ભારત સિવાય પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, આફ્રિકા, પૂર્વીય દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે.

1272214 15112021 chgran23322207871 આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્તાહના અંતમાં જોવા મળશે

ચંદ્રગ્રહણનો સમય

આ સપ્તાહના અંતમાં થતું ચંદ્રગ્રહણ 1 કલાક 19 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણનો ઉમ્બ્રા તબક્કો, એટલે કે સૌથી ઊંડા પડછાયાનો સમય, 29 ઓક્ટોબરના રોજ સવારે 1:05 વાગ્યે શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 2:24 વાગ્યે સમાપ્ત થશે.  ગ્રહણ પર સુતક સમયગાળો 28 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 02.52 વાગ્યાથી ગ્રહણના અંત સુધી એટલે કે સવારે 02.22 વાગ્યા સુધી રહેશે. આગામી ચંદ્રગ્રહણ એ કુલ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં 7 સપ્ટેમ્બર 2025ના રોજ દેખાશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સમગ્ર ચંદ્ર પૃથ્વીની છાયા હેઠળ પસાર થાય છે. અગાઉ 8 નવેમ્બર 2022ના રોજ ભારતે પૂર્ણ ચંદ્રગ્રહણ જોયું હતું.

વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28-29ની રાત્રે થશે. ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 11:31 વાગ્યે શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 3:36 વાગ્યે સમાપ્ત થશે. જે મધ્યરાત્રિની આસપાસ ભારતના તમામ વિસ્તારોમાં દેખાશે. ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ અસર પર અસર થશે. શરદપૂનમના દિવસે થતું ચંદ્રગ્રહણ વૃષભ, કન્યા અને સિંહ રાશિના જાતકોને શુભ ફળ આપશે. જ્યારે અન્ય રાશિઓને તે મિશ્ર ફળ આપશે.


whatsapp ad White Font big size 2 4 આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્તાહના અંતમાં જોવા મળશે


આ પણ વાંચો : મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

આ પણ વાંચો : Online Gaming-GST/ દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ નાના દેશોના સંસાધનો અને વ્યૂહાત્મક પાયાને નિયંત્રિત કરવાના ચીનના પ્રયાસો