Gujarat Rains/ આજથી વરસાદનું જોર ઘટશે, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ ખાધ

રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના પાંચ ઝોનમાં જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીઝનની સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઝોનમાં હજી સુધી 100 ટકા વરસાદ પડ્યો નથી.

Top Stories Gujarat
Mantavyanews 2 10 આજથી વરસાદનું જોર ઘટશે, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ ખાધ

ગાંધીનગરઃ રાજ્યમાં સીઝનનો 100 ટકા Gujarat rain વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના પાંચ ઝોનમાં જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીઝનની સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઝોનમાં હજી સુધી 100 ટકા વરસાદ પડ્યો નથી.

તેમા પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની ખાધ રહી ગઈ છે. કચ્છ ઝોનમાં સીઝનનો સૌથી વધુ વરસાદ 144.80 ટકા, સૌરાષ્ટ્રમાં 117.  38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, મધ્ય ગુજરાતમાં 94.56 ટકા Gujarat rain અને દક્ષિણ ગુજરાતમાં 87.23 ટકા વરસાદ નોંધાયો છે. આમ સીઝનની સો ટકાથી વધુની સરેરાશ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના લીધે નોંધાઈ છે.

આ ઉપરાંત મહાનગર અમદાવાદ-ગાંધીનગરમાં સીઝન કરતાં ઓછો વરસાદ છે. હાલમાં તો રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝન કરતાં ઓછો Gujarat rain વરસાદ છે. જો કે વરસાદની ઘટ એક ટકા જ છે. એટલે કે એક રાઉન્ડ પણ વરસાદ પડી જાય તો આ ઘટ પૂરી થઈ જશે.

સપ્ટેમ્બરમાં પડેલા વરસાદે ઓગસ્ટની ખાધ પૂરી કરી દીધી છે. હજી પણ 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી છે. તેથી રાજ્યના બાકીના રહ્યાસહ્યા વિસ્તારોમાં પણ આ ખાધ પૂરી કરી દેવામાં આવશે તેમ માનવામાં આવ્યું છે. સિસ્ટમ દરિયાકિનારા તરફ જતી હોવાથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છમાં વરસાદ પડે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Youth death-Heart Attack/જૂનાગઢમાં 24 વર્ષીય યુવાનનું દાંડિયા રમતા-રમતા મોત

આ પણ વાંચોઃ હે રામ!/રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

આ પણ વાંચોઃ ત્રીજી વંદે ભારત દોડાવાશે/શું તમારે જામનગરથી અમદાવાદ વારં-વારં જવાનું થાય છે..તો આ સમાચાર વાંચી લો

આ પણ વાંચોઃ ગણેશોત્સવ સ્પેશિયલ/સુરતમાં નવા સંસદ ભવનની થીમ પર ગણેશજીની કરાઈ સ્થાપના

આ પણ વાંચોઃ bilkis-bano-case/બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું ” શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?”