Suicide/ પતિનાં ટોણાંથી કંટાળી ગયેલી પત્નિએ કર્યો આપધાત

અમદાવાદનાં જશોદાનગરમાં રહેતી મહિલાએ 16મી જાન્યુઆરીએ કરેલી આત્મહત્યા કેસમાં મહિલાની માતાએ મહિલાનાં પતિ સામે આત્મહત્યા દુષપ્રેરણાની ફરિયાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

Ahmedabad Gujarat
PICTURE 4 109 પતિનાં ટોણાંથી કંટાળી ગયેલી પત્નિએ કર્યો આપધાત

અમદાવાદનાં જશોદાનગરમાં રહેતી મહિલાએ 16મી જાન્યુઆરીએ કરેલી આત્મહત્યા કેસમાં મહિલાની માતાએ મહિલાનાં પતિ સામે આત્મહત્યા દુષપ્રેરણાની ફરિયાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

PICTURE 4 111 પતિનાં ટોણાંથી કંટાળી ગયેલી પત્નિએ કર્યો આપધાત

મધ્યપ્રદેશનાં રહેવાસી કિરણબેનનાં લગ્ન બે વર્ષ પહેલા મૂળ રાજસ્થાનનાં અને હાલ જશોદાનગરમાં રહેતા અજીતસિંહ પરમાર સાથે થયા હતા. લગ્નનાં થોડા દિવસ બાદથી પતિ દ્વારા યુવતીને નાની-નાની બાબતોમાં ઝધડો કરી હેરાન કરવામાં આવતી હતી અને યુવતી ગર્ભવતી થઈ ત્યારે પણ પતિ અજીતસિંહ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતા યુવતીએ કંટાળીને તેની બહેન ઘરે સરદારનગર જતી રહી હતી. બાદમાં યુવતીનાં માતા કુન્તીબેને તેને પિયરમા લઈ આવ્યા હતા. ત્યારે પણ યુવતીએ તેના માતાને કહ્યુ હતુ કે, પતિ અજીતસિંહ ઘરની નાની-નાની બાબતોમાં મ્હેણા મારે છે અને તારા મા-બાપ સારા ઘરના નથી અને તને ખેંચ આવે છે, મારા માથે પડી છે તેમ જણાવી હેરાન કરતો હતો. તેમજ પતિ દ્વારા જમવાનું પણ સારુ ન અપાતુ હોવાની ફરિયાદ કરી હતી. થોડા દિવસો બાદ યુવતીએ બાળકીને જન્મ આપતા તેનાં પતિ અજીતસિંહ તેની માતાને ફોન કરીને યુવતીને મુકી જવાનું જણાવતા યુવતીને સાસરે મોકલાઈ હતી.

PICTURE 4 110 પતિનાં ટોણાંથી કંટાળી ગયેલી પત્નિએ કર્યો આપધાત

16મી જાન્યુઆરી 2021 નાં રોજ એ યુવતીએ તેની માતાને ફોન કરીને કહ્યુ હતુ કે “મારો પતિ મને ખેંચની બિમારી છે તે કહીને તેવુ જણાવી હેરાન કરે છે તેવુ કહીને યુવતી રડવા લાગી હતી. બાદમાં યુવતીનો ફોન બંધ થઈ ગયો હતો. સાંજનાં સમયે યુવતીનાં દિયર અનીલ પરમારનો યુવતીની માતાને ફોન આવ્યો અને જાણવા મળ્યુ કે યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. અંતે આ મામલે કિરણબેનનાં માતા કુન્તીબેન તોમરે આત્મહત્યા દુષપ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી અજીતસિંહ પરમારની ધરપકડ કરી છે અને તેની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ