અમદાવાદ/ મહિલાએ પ્રેમી સાથે મળીને પતિને ઉતાર્યો મોતને ઘાટ, ઘણા સમયથી હતા મતભેદ

પ્રેમમાં આંધળી બનેલી એક 36 વર્ષની મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. આરોપીઓએ કોફીમાં ઉંઘની ગોળીઓ નાંખીને તેને બેહોશ કરી દીધો હતો.

Gujarat Ahmedabad
The woman killed her husband along with her lover, there had been disagreements for a long time

પ્રેમમાં આંધળી બનેલી એક 36 વર્ષની મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. આરોપીઓએ કોફીમાં ઉંઘની ગોળીઓ નાંખીને તેને બેહોશ કરી દીધો હતો. બાદમાં તેની ગલુ દબાવીને હત્યા કરી નાંખી હતી. તપાસમાં પતિ પત્ની વચ્ચે મતભેદ ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

અમદાવાદના રિવરફ્રન્ટ પુર્વમાં નદી કિનારેથી પોલીસને લાશ મળી હતી. દોઢ વર્ષ બાદ હત્યાનો આ ગુનો ઉકેલાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. લાશને જોઈને પહેલી નજરમાં લાગતુ ન હતું કે મામલો શું છે. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. પરંતુ પુરાવાના અભાવે હત્યાના આયલા સમય પછી પણ પોલીસ હત્યારા સુધી પહોંચી શકી ન હતી.

બીજીતરફ પોલીસે માહિતીને આધારે હત્યાનો આ ગુનો ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં શાફિયાખાતુન અને અહમદ માદ તુર્કની ધરપકડ કરી હતી. 36 વર્ષની સાફિયાખાતુને તેના 23 વર્ષના પ્રેમી સાથે મળીને પતિ મહેરબાન ખાનની હત્યા કરી હતી. પુછપરછમાં બન્ને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૃતક મહેરબાન ખાન અને સાફિયાના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. તેમને કોઈ સંતાન ન હતું. બન્ને મજુરી કરીને જીવન નિર્વાહ ચલાવતા હતા. દંપત્તિ મળ ઉત્તરપ્રદેશનું રહેવાસી હતું. અમદાવાદમાં તેઓ દાણીલીમડામાં રહેતા હતા. અંદાજે દોઢ વર્ષ પહેલા સાફિયાની મિત્રતા પડોશમાં રહેતા અહમદ મુરાદ સાથે થઈ હતી બાદમાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ અંગે સાફિયાના પતિને જાણ થતા તેમની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. જેને લઈને સાફિયાએ તેના પતિની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.

સાફિયાએ તેના પ્રેમી સાથે મળીને પતિને કોફીમાં ઉંઘની ગોળીઓ નાંખીને પીવડાવી દીધી હતી. પતિ બેહોશ થયા બાદ તેમણે રસ્સી વડે તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ લાશને બાઈક પર લઈ જઈને તેમણે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન પાસે સુમસામ જગ્યાએ નદી કિનારે ફેંકી દીધી હતી. લાશ પર તેમણે તાડના ઝાડના મોટા પત્તા ઢાંકી દીધા હતા.બાદમાં પત્નીએ તેનો પતિ ગૂમ થયો હોવાની ખોટી અફવા ફેલાવી હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….