Not Set/ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલ ના યુવાને ફેસબુક માં લાઈવ થયા બાદ ગણતરીની કલાકોમાજ દુનિયાને અલવિદા કહી દીધું

વિશ્વાસ ભોજાણી – ગોંડલ રાજ કપૂર સાહેબના મેરા નામ જોકરનું ગીત જીના યહાઁ મરનાં યહાઁ ઇસકે સિવા જાના કહા ની આજે પણ કડી સાંભળીએ તો શરીરના રુવાંટે રુવાંટા ઉભા થઇ જાય મૂળ ગોંડલના આશાસ્પદ યુવાનનું અમદાવાદ કોરોના સારવાર દરમ્યાન નિધન થતા મીત્ર વર્તુળમાં ગહેરો શોક ફેલાવા પામ્યો છે આ ઉપરાંત યુવાને અંતિમ સમય ની થોડી […]

Gujarat Others
Untitled 298 હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલ ના યુવાને ફેસબુક માં લાઈવ થયા બાદ ગણતરીની કલાકોમાજ દુનિયાને અલવિદા કહી દીધું

વિશ્વાસ ભોજાણી – ગોંડલ

રાજ કપૂર સાહેબના મેરા નામ જોકરનું ગીત જીના યહાઁ મરનાં યહાઁ ઇસકે સિવા જાના કહા ની આજે પણ કડી સાંભળીએ તો શરીરના રુવાંટે રુવાંટા ઉભા થઇ જાય મૂળ ગોંડલના આશાસ્પદ યુવાનનું અમદાવાદ કોરોના સારવાર દરમ્યાન નિધન થતા મીત્ર વર્તુળમાં ગહેરો શોક ફેલાવા પામ્યો છે આ ઉપરાંત યુવાને અંતિમ સમય ની થોડી કલાકો પહેલાજ ફેંસબુકમાં લાઈવ થઈ બધાને બાઈ બાઈ કહ્યું હોય દોઢ થી બે મિનિટ નો લાઈવ વિડિઓ મિત્રોના માનસ માંથી ભૂંસાઈ રહ્યો નથી.

મૂળ ગોંડલના મહાદેવ વાડી વિસ્તાર માં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે દિપાલી રેસ્ટોરન્ટ ધરાવતા દીપકભાઈ કાનજીભાઈ વિરડીયા ઉ.વ. 40 થોડા સમયથી અમદાવાદ સ્થાયી થયા હતા અને કોરોનાની ઝપટમાં આવી જતા ખાનગી હોસ્પિટલમાં બાઈ ટેક દ્વારા સારવાર લઈ રહ્યા હતા બહોળો મીત્ર વર્ગ ધરાવતા દીપકભાઈ ગોંડલ અને મીત્રો ને યાદ કરી રહ્યા હોય અને જાણે આગમ ચેતી રૂપે અંતિમ સમય ભાળી ગયા હોય તેમ ફેસબુક લાઈવ થઈ મિત્રો ને બાઈ બાઈ કહી દીધું હતું જેની ગણતરીની કલાકોમાં જ તેઓએ અનંતની વાટ પકડી લેતા તેઓની પાછળ પત્ની અને પુત્ર નોંધાર થઈ જવા પામ્યા છે.

દીપકભાઈ એ બે દિવસ પહેલાજ ગોંડલ રહેતા કપડાં અને કિરાનાનો મોલ ધરાવતા જીગરજાન મીત્ર તુષારભાઈ વેકરિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ગોંડલ અને મીત્રો બહુ યાદ આવે છે વળતા જવાબ માં તુષારભાઈ એ કહ્યું હતું કે રવિવારે આવી ને તેડી જઈશ ચિંતા ન કરતા પણ એ પહેલાં જ દીપકભાઈ એ અનંતની વાટ પકડી લીધી હોય મિત્રો ગહેરો આઘાત અનુભવી રહ્યા છે.