માયાજાળ/ રોજ મોંઘી સિગારેટના ધુમાડા ઉડાવતા યુવક યુવતીઓએ કોલ સેન્ટરનો ભાંડો ફોડ્યો

સાગરને નામ અને પર્સનલ માહિતી માટે મદદરૂપ થતા હતા. જેને આધારે જનરલ પર્પઝ રીલોડેડ કાર્ડ્સ રજીસ્ટર થતા હતા.

Mantavya Exclusive
કોલ સેન્ટર

@નિકુંજ પટેલ

કોલ સેન્ટર દ્વારા જે વિદેશી નાગરિકોએ લોન ભરી ન હોય કે ટેક્સને લગતા અન્ય પ્રોબ્લેમ હોય તેવા લોકોના ડેટા સાગર તેના અમેરિકામાં બેઠેલા મળતીયાઓ મારફતે મેળવતો હતો. આ શખ્સો હેકર્સ પાસેથી કોન્ટેક્ટ નંબરો તથા અન્ય માહિતી (ડેટા) સાગરના થાણેમાં ચાલતા કોલ સેન્ટરોમાં મોકલતા હતા. જેમાં 10,000 ડેટાની કિંમત 1,00,000 રૂપિયા ચુકવવામાં આવતી હતી.

વિદેશી માર્કેટીંગ ક્પનીઓ સાથે પણ સાગર સંપર્કમાં હતો. જે સાગરને નામ અને પર્સનલ માહિતી માટે મદદરૂપ થતા હતા. જેને આધારે જનરલ પર્પઝ રીલોડેડ કાર્ડ્સ રજીસ્ટર થતા હતા. આ કાર્ડથી તે યુએસ નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. બાદમાં વેસ્ટર્ન યુનિયન એજન્સી મારફતે રનર્સના વિશાળ નેટવર્કથી આ નાંણા મેળવી લેતો હતો.

 તે સમયે એવી પણ ચર્ચા ચાલી હતી કે સાગર પોતે સારો હેકર હોવાથી પોતે જ જે તે એજન્સીની સિસ્ટમ હેક કરીને ડેટા મેળવી લેતો હતો. કોલ સેન્ટરો તો અનેક લોકો ચલાવતા હતા. પરંતુ સાગર કરોડોમાં રમતો હતો. તેનું કારણ કેટલાક ડેટા તે હેકર્સને પૈસા આપ્યા વિના મેળવી લેતો હોવાનું છે.

થાણેમાં કોલ સેન્ટરોનું રહસ્ય ખુલવાનું કારણ પણ એક કોન્સ્ટેબલની શંકા કારણભુત હતી. થાણેના મીરા ભાયંદર રોડ પર આવેલા મીરા રોડ પોલીસ સ્ટેશનની આજુબાજુ વસ્તી ખૂબ ઓછી હતી. પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચાની લારી હતી. જ્યાં રોજ યુવક યુવતીઓ ચાની ચુસ્કીઓ સાથે મોંઘી સિગારેટના ધુમાડા ઉડાવતા હતા.

પોલીસ સ્ટેશનનો એક પોલીસ કોન્સ્ટેબલ દરરોજ આ ચહલપહલ જોઈ રહ્યો હતો. પોલીસ સ્ટેશનની સામે જ આવેલા એક કોમર્શીયલ બિલ્ડીંગમાંથી જ આ યુવક યુવતીઓ આવતા હોવાનું પણ કોન્સ્ટેબલનાં ધ્યાનમાં હતું. એક દિવસ કોન્સ્ટેબલ આ બિલ્ડીંગમાં પહોંચી ગયો. તેણે જોયું તો ઓફિસમાં કેટલાક યુવક યુવતીઓ કાનમાં હેડફોન ભરાવીને કોમ્પ્યુટર પર કામ કરતા દેખાયા. તેને કોઈ કંપનીની ઓફિસ હશે, એમ લાગ્યું. શું કામ થઈ રહ્યું છે તેને કંઈ ખ્યાલ ન આવ્યો. તેમ છતા તેની શંકાનો કીડો શમ્યો નહી. તેણે એક પોલીસ અધિકારીને આ બાબતની જાણ કરી.

ચાલાક અધિકારીએ પોતાની રીતે ઝીણવટભરી તપાસ કરતા આ સામાન્ય ઓફિસ નહી પણ ગેરકાયદે ચાલતુ કોલ સેન્ટર હોવાનું જાણવા મળ્યું. પછી તો ઉચ્ચ અધિકારીઓ પાસે આ મામલો પહોંચ્યો અને થાણેના કોલ સેન્ટરોને પોલીસે વીણી વીણીને શોધવાનું શરૂ કર્યું. મીરા રોડમાં જ શાંતીપાર્કમાં આવેલા એક સાત માળના બિલ્ડીંગમાં તો સાતે સાત માળ ભાડેથી લઈને કોલ સેન્ટર ચલાવાતા હોવાનું બહાર આવ્યું.

થાણે પોલીસ સાથે થાણે ક્રાઈમ બ્રાંચ પણ ઓપરેશન કોલ સેન્ટરમાં જોડાઈ. ઓક્ટોબર 2022માં થાણે શહેર પોલીસે વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનની હદમાં જયદીપ એમ્ફેસીસ બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા એક ગેરકાયદે કોલ સેન્ટરમાં રેડ પાડીને કોલ સેન્ટરના માલિક સહિત 16 જણાની ધરપકડ કરી. જેમાં એક આરોપી સગીર હતો.

પોલીસે અહીંથી કોમ્પ્યુટરો, હાર્ડ ડિસ્ક, મેજીક જેક વગેરે કબજે કર્યા. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરીને મળેલા નાણાં હવાલાથી મંગાવાતા હોવાનું તપાસમાં બહાર આવ્યું. થાણેના જ અંબરનાથમાં પોલીસે એક કોલ સેન્ટર પર દરોડો પાડીને પાંચ શખ્સોને ઝડપી લીધા.થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનની હદમાં અન્ય એક કોલ સેન્ટર પર મે 2022ના રોજ પોલીસે રેડ પાડીને 11 જણાને ઝડપી લીધા.

અહીંથી પોલીસે હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર્સ, મેજીક જેક મળીને 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમો ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઈન્ડીયન ટેલીગ્રાફ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આ કોલ સેન્ટરનો કિંગ પીન હૈદરઅલી જોકે પકડાયો ન હતો. 2016માં પણ તેની વિરૂધ્ધ થાણેના કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં પણ તે વોન્ટેડ દર્શાવાયો હતો.

આગામી એપિસોડમાં જુઓ કોલ સેન્ટરના કિંગ સાગર ઠાકરને ઝડપી લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ  કેવી રીતે ગાળિયો મજબૂત બનાવ્યો…


whatsapp ad White Font big size 2 4 રોજ મોંઘી સિગારેટના ધુમાડા ઉડાવતા યુવક યુવતીઓએ કોલ સેન્ટરનો ભાંડો ફોડ્યો


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત