Lord Shiva's role/ આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

ભગવાન શિવની ભૂમિકા ભજવવાની વાત આવે ત્યારે લોકપ્રિય નામોમાંનું એક નામ મોહિત રૈના છે. શો ‘દેવોં કે દેવ…મહાદેવ’માં મહાદેવની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

Entertainment
Beginners guide to 2024 03 05T191633.299 1 આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

Entertainment News: ભારતીય ફિલ્મો અને ટી.વી. ઈડસ્ટ્રીમાં ભગવાન શિવ પર અનેક શો અને ફિલ્મો બન્યા છે. જે આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મહાશિવરાત્રી 2024ના ખાસ પ્રસંગે, અમે એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સ્ક્રીન પર ભગવાન શિવની ભૂમિકા ભજવી છે. ઘણા કલાકારો તેમના પાત્ર માટે આજે પણ ઓળખાય છે.

મોહિત રૈના

ભગવાન શિવની ભૂમિકા ભજવવાની વાત આવે ત્યારે લોકપ્રિય નામોમાંનું એક નામ મોહિત રૈના છે. શો ‘દેવોં કે દેવ…મહાદેવ’માં મહાદેવની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. મોહિત રૈનાના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. લોકો એમને આજે પણ શિવના પાત્રમાં યાદ કરે છે, સાથે આ શોમાં મૌની રોય માતા પાર્વતીનો રોલ કરતી જોવા મળી હતી.

WhatsApp Image 2024 03 05 at 6.50.11 PM આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

સૌરભ જૈન

ટીવીના લોકપ્રિય અભિનેતાઓમાંના એક સૌરભ જૈન પણ ભગવાન શિવના રોલ માટે લોકોમાં લોકપ્રિય છે. તેમણે ‘મહાકાલી – અંત હી આરંભ હૈ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.

WhatsApp Image 2024 03 05 at 6.52.55 PM આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

રોહિત બક્ષી

ટીવી શો ‘સિયા કે રામ’માં ભગવાન શિવની ભૂમિકા ભજવતા રોહિત બક્ષીએ પૌરાણિક શ્રેણીમાં પોતાના અભિનયથી દિલ જીતી લીધું હતું.

અમિત મહેરા

અમિત મહેરાએ ‘સંકટમોચન મહાબલી હનુમાન’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાન ભગવાન શિવના અવતારોમાંના એક છે.

WhatsApp Image 2024 03 05 at 7.10.40 PM આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

સંતોષ શુક્લા

સંતોષ શુક્લાએ ‘જય જય શિવ શંકર’માં ભગવાન શિવની ભૂમિકા એટલી સારી રીતે ભજવી હતી કે લોકો આજે પણ તેમને ભૂલી શક્યા નથી.

WhatsApp Image 2024 03 05 at 7.11.11 PM આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

સુનીલ શર્મા

સીરિયલ ‘શ્રી ગણેશ’થી ટીવીની દુનિયામાં એન્ટ્રી કરનાર સુનીલ શર્માએ બે વખત ભગવાન શિવની ભૂમિકા પણ ભજવી છે. સુનિલે ‘જય મા વૈષ્ણો દેવી’માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી.

અરુણ ગોવિલ

ફેમસ સીરિયલ ‘રામાયણ’માં રામનો રોલ પ્લે કરનાર અરુણ ગોવિલ સિરિયલ ‘શિવ કી મહિમા’માં પણ ભગવાન શિવના રોલમાં જોવા મળી ચૂક્યા છે.

ગુરમીત ચૌધરી

ટીવી પર રામના રોલથી ફેમસ થયેલા ગુરમીત ચૌધરીએ પોતાના કરિયરની શરૂઆત ભગવાન શિવના રોલથી કરી હતી. જેટલો પ્રેમ તેમને રામની ભૂમિકા માટે મળ્યો હતો તેટલો જ પ્રેમ ભગવાન શિવની ભૂમિકા માટે પણ મળ્યો હતો. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં જોવા મળ્યા હતા.

WhatsApp Image 2024 03 05 at 7.13.40 PM આ કલાકારોએ ભગવાન શિવની ભૂમિકા ભજવીને દર્શકોના અપાર પ્રેમથી લોકપ્રિય થયા

યશોધન રાણા

યશોધન રાણા દૂરદર્શનના શો ‘ઓમ નમઃ શિવાય’માં ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા હતા. આમાં તેમની સાથે ગાયત્રી શાસ્ત્રી માતા પાર્વતીના રોલમાં હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન

આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ

આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…