Recipe/ આ રીતે બનાવો કેરી-લસણ-આદુનું અથાણું, રાખો આ વાતનું ધ્યાન

ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમજ રોટલી, ભાખરી, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે

Food Lifestyle
કેરી-લસણ-આદુનું અથાણું

અત્યારે કેરીની ઋુતુ ચાલી રહી છે. અને કેરીની ઋુતુ એટલે આખા વર્ષના અથાણાં બનાવવા માટેનો પરફેક્ટ સમય. તો ચાલો આજે આપણે બનાવીશું  કેરી લસણ આદુ અથાણું.. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તેમજ રોટલી, ભાખરી, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. એમાં પણ ખાસ પુડલા અને દાળ ભાત સાથે પણ ખૂબ જ મઝા પડી.. તો જાણી લો તેને બનાવવા માટેની રીત…

કેરી-લસણ-આદુનું અથાણું બનાવવા માટેની સામગ્રી:
3 નંગ કેરી
1 ચમચી હળદર
1/2 કપ લસણ
1/2 કપ સાફ આદુ
હળદર
મીઠું
તેલ
2 ચમચી વરીયાળી
આચાર મસાલો

કેરી-લસણ-આદુનું અથાણું બનાવવા માટેની રીત:
– 3 નંગ કેરી છાલ કાઢી નાના પીસ કરી લો. પછી તેમાં 1 ચમચી હળદર અને મીઠું નાખી 3 થી 4 કલાક આથી ચાળણી માં નિતારી સૂકવીને કોરી કરો.
– ત્યારબાદ  1/2 કપ લસણ, 1/2 કપ સાફ આદુ ને કટર માં બારીક કરી લો.
– ત્યારબાદ કઢાઇ માં 4 ચમચી તેલ માં લસણ ને બારીક ફ્લેમ પર કલર ચેન્જ ન થાય એમ સાંતળી. પછી તેમાં પીંચ હળદર, મીઠું એડ કરી લો. આદુ પણ એ રીતે જ સાંતળી લો..
– આથેલી કેરી માં, સાંતળેલું લસણ, આદુ, 2 ચમચી વરીયાળી, જોઈતા પ્રમાણે આચાર મસાલો એડ કરી લો.
– તેને સરસ મીક્ષ કરી 2 કલાક રેસ્ટ આપી તેમાં ગરમ કરી ઠંડું પાડેલ તેલ નાખી તૈયાર કરો..
– તો તૈયાર છે કેરી-લસણ-આદુનું તાજું અને સ્વાદિષ્ટ અથાણું..

આ પણ વાંચો: સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:સેક્સ પહેલા પાર્ટનર સાથે મળીને પોર્ન જોવાના છે ઘણા ફાયદાઓ

આ પણ વાંચો:જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત