Not Set/ વડોદરામાં શબવાહિનીને લઈ કરાયેલી RTI માં થયો આ ચોંકાવનારો ખુલાસો

વડોદરા કોર્પોરેશનનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે એમ્બ્યુલન્સ અને શબવાહિનીને લઈને જ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવી જોઈએ તેમાં ક્યાંક ખામી હોય…

Gujarat Vadodara
શબવાહિનીને

શબવાહિનીને લઈ RTIમાં ચોંકાવનારો ખુલાસો

એમ્બ્યુલન્સ અને શબવાહિનીના નામે લૂંટ

પાલિકા દ્વારા શબવાહિનીની ખરીદી કરાતી નથી

શબવાહિનીને લઈ RTI એક્ટિવિસ્ટ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. કે વડોદરા કોર્પોરેશન કરોડો રૂપિયાનો વહીવટ કરે છે.તે છતાં નવી એમ્બ્યુલન્સ અને શબવાહિનીની ખરીદી ન કરતું હોવાથી નગરજનો માટે એમ્બ્યુલન્સની ઘટ વર્તાઈ રહી છે.ત્યારે શુ છે સમગ્ર મામલો આવો જોઈએ..

આ પણ વાંચો :પલસાણામાં સોમ્યા મિલમાં ભીષણ આગ, ત્રણ યુવકોના કરૂણ મોત

વડોદરા કોર્પોરેશનનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે એમ્બ્યુલન્સ અને શબવાહિનીને લઈને જ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવી જોઈએ તેમાં ક્યાંક ખામી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે માત્ર 15 શબવાહિની કાર્યરત છે.અને સયાજી હોસ્પિટલ પાસે માત્ર 12 શબવાહિની કાર્યરત છે. સયાજી હોસ્પિટલની 12 માંથી 2-3ને અલગથી રિઝર્વ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અસલાલી પાસેથી મળ્યા બે મૃતદેહ, એક ઝાડ પર લટકતો તો બીજો તળાવમાંથી મળતા ચકચાર

વડોદરા શહેરમાં 25 લાખની વસ્તીએ માત્ર 15 શબવાહિની હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તો પ્રથમ અને બીજી લહેરમાં જે પરિસ્થતિ હોસ્પિટલની હતી તે જોઈ હોવા છતાં પણ તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે અને લોકોને શબવાહિની માટે 4-4 કલાક રાહ જોવી પડે છે.

કરોડોનો વહીવટ કરતી વડોદરા પાલિકા નવી શબવાહિનીઓની ખરીદી કરતી નથી.અને જે ખરાબ શબવાહિની અને એમ્બ્યુલન્સ છે તેને યોગ્ય મરામત થતું નથી. જેનો ભોગ નાગરિકો બની રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર

આ પણ વાંચો : આણંદના ઠક્કર ખમણવાળાની પત્નીનો બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ, ભાઈએ જતવી હત્યાની આશંકા

આ પણ વાંચો :કામરેજ પાસે શિકારની શોધમાં નીકળ્યા 2 દીપડા, ટ્રકની અડફેટે આવતા નિપજ્યું મોત