Urfi Javed news/ ઉર્ફી જાવેદના માથા પર વાગી ખતરાની ઘંટી, લાગ્યો અશ્લીલતા ફેલાવવાનો આરોપ

તે દરરોજ તેની સ્ટાઈલથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવી સ્થિતિમાં તે પોતાની સ્ટાઈલથી સતત ટ્રોલર્સના નિશાના પર રહે છે. હાલમાં તેના માથા પર ખતરાની ઘંટી વાગવાનું ચાલું…

Trending Entertainment
Urfi Javed Spreading Obscenity

Urfi Javed Spreading Obscenity: ઉર્ફી જાવેદે અત્યાર સુધી તેના ડ્રેસ માટે તમામ પ્રકારના ફેબ્રિક અને સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં, તે દરરોજ તેની સ્ટાઈલથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવી સ્થિતિમાં તે પોતાની સ્ટાઈલથી સતત ટ્રોલર્સના નિશાના પર રહે છે. હાલમાં તેના માથા પર ખતરાની ઘંટી વાગવાનું ચાલું થઈ ગયું છે.

જણાવી દઈએ કે ઉર્ફી વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખે લેખિતમાં અરજી કરી છે. ઉર્ફી પર કથિત રીતે અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે તેમને બે દિવસ પહેલા અરજી મળી હતી. ઉર્ફી જાવેદને અગાઉ લેખક ચેતન ભગતે એક ઈન્ટરવ્યુ દરમિયાન રોસ્ટ કરી હતી. એવું કહેવાય છે કે ઉર્ફી જાવેદ યુવાનોને ઉશ્કેરે છે, બધા યુવાનો છુપાઈને બેડ પર તેના વીડિયો જુએ છે. આ પછી કેટલાક લોકો ઉર્ફીના સમર્થનમાં આવ્યા હતા.

Urfi સ્પ્લિટ્સવિલા X4માં એન્ટ્રીથી લઈને અત્યાર સુધી ઉર્ફીએ આ રિયાલિટી શોમાં બધાની વાત કરી છે. ભલે તે ટાસ્કમાં પાછળ રહી ગઈ હોય, પરંતુ તેણે પોતાની સ્પષ્ટવક્તાથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આવી સ્થિતિમાં તેના શોમાંથી બહાર જવાની વાતો પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: શપથ ગ્રહણ/જંગી જીત માટે PM મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, મંચ પર નતમસ્તક થઇને કર્યું નમન