Not Set/ રાજકોટ/ CAAના સમર્થનમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નિકળી, 400 શરણાર્થી જોડાયા

CAAના સમર્થનમાં ભવ્ય તિરંગા યાત્રા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા રેલી બહુમાળી ભવનથી રેલીને CM આપશે લીલીઝંડી  રેલી સમયે રોડ પર વાહનો માટે પ્રવેશબંધી સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  રેસકોર્સ, રિંગ રોડ, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું […]

Gujarat Rajkot
cm 3 રાજકોટ/ CAAના સમર્થનમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નિકળી, 400 શરણાર્થી જોડાયા
  • CAAના સમર્થનમાં ભવ્ય તિરંગા યાત્રા
  • રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા રેલી
  • બહુમાળી ભવનથી રેલીને CM આપશે લીલીઝંડી 
  • રેલી સમયે રોડ પર વાહનો માટે પ્રવેશબંધી

સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  રેસકોર્સ, રિંગ રોડ, સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  દેશને ટૂકડા કરવા નીકળેલા લોકો માટે આ જડબાતોડ જવાબ છે. તિરંગાયાત્રા જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક ત્યાંથી ત્રિકોણબાગથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ત્યાંથી જ્યુબિલી મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યૂ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં બે કિલોમીટર લંબાઇનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  તેમજ હજારો લોકો આ યાત્રામાં જોડાયા છે.

આ યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો,કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતનો ફ્લોટ, 2 કિલોમીટર લાંબો તિરંગો ધ્વજ આકર્ષણ જમાવશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવીને રાજકોટમાં વસેલા 400 શરણાર્થી પણ રેલીમાં ખાસ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.