જામનગર/ અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

જામનગરમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. સતત બિમારીના કારણે એક વર્ષ ડ્રોપ લીધા બાદ રિપીટ શરૂ કરેલા અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાની વિગતો જાહેર થઈ છે.

Gujarat Others
વિદ્યાર્થિનીએ

@સલમાન ખાન 

  • જામનગર: ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત
  • ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • ધો.11 સાયન્સમાં ગયા વર્ષે બીમારીને કારણે લીધો હતો ડ્રોપ
  • એક વર્ષનાં ડ્રોપ બાદ ફરી અભ્યાસ શરુ કર્યો હતો

આજની 21મી સદીમાં યુવાવર્ગમાં આપઘાતનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જોવા મળે છે.ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થિઓ પણ આપઘાત કરતાં જોવા મળે છે. સુખી સંપન્ન માણસ પણ લાંબા સમયની બિમારીથી કંટાળીને આ પગલું ભરે છે, ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જામનગરમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મુળ દેવભૂમી દ્વારકા જિલ્લાની અને જામનગરમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. સતત બિમારીના કારણે એક વર્ષ ડ્રોપ લીધા બાદ રિપીટ શરૂ કરેલા અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાની વિગતો જાહેર થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે જડેશ્વર સોસાયટીમાં રહેતા નિલેષભાઇ લક્ષ્મીદાસ ગોહેલની 15 વર્ષીય પુત્રી માહી જામનગરમાં પટેલ કોલોની શેરીના એક એપાર્ટમેન્ટમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીએ ગઈકાલે એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવના પગલે તેણીના પરિવારજનો જામનગર આવી પહોંચ્યા હતા. અને સીટી બી ડિવિઝન પોલીસમાં મૃતકના પિતાએ નિવેદન નોંધાવ્યું હતું કે, બીમારીના કારણે ગત વર્ષે પુત્રી માહીએ અભ્યાસમાંથી ડ્રોપ લીધો હતો. આ વર્ષે ફરી ધોરણ 11 સાયન્સનો અભ્યાસ શરુ કર્યો હતો. આ રિપીટ અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલુ ભરી લીધું હોવાનુ તેણીના પિતાએ પોલીસમાં નીવેદન આપ્યું હતું.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ