મોટી દુર્ઘટના ટળી!/ મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન દુર્ઘટના, માલગાડી પાટા પરથી ઉતરી દિવાલ સાથે અથડાઈ

માલગાડી અમદાવાદથી વડોદરા જઈ રહી હોવાનું હાલ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકશાન થવા પામ્યું છે.

Ahmedabad Top Stories Gujarat
Untitled 148 1 મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન દુર્ઘટના, માલગાડી પાટા પરથી ઉતરી દિવાલ સાથે અથડાઈ

મહેમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં   અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ માલગાડીના પૈડાં ઢીલાં પડી ગયાં હતાં અને પ્લેટફોર્મનો એક નાનો ભાગ પણ તૂટી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. માલગાડી અમદાવાદથી વડોદરા જઈ રહી હોવાનું હાલ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકશાન થવા પામ્યું નથી. રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.

મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજે 06:35 કલાકે નડિયાદ તરફથી આવતી માલગાડીને લૂપ લાઈનમાં રહેવાનું સિગ્નલ આપવામાં આવ્યું હતું . પરંતુ કોઈ કારણોસર લૂપ લાઈનનું ઈમરજન્સીમાં સમારકામ કરવું પડ્યું હોવાનું રેલવે માસ્તરે જણાવ્યું હતું. પરંતુ તે પછી પણ ટ્રેનને લૂપ લાઇન પર રાખવા માટે સિગ્નલ દ્વારા સંખ્યાબંધ સ્ટાર ડિસ્ટ્રિબ્યુશન જનરેટ કરવામાં આવ્યા હતા.

 આ 41 ડબ્બાની ગાડીના ચાર ડબ્બા પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જો આ ટ્રેન મેન-અપ-ડાઉન લાઇનમાં પડી હોત તો મોટી દુર્ઘટના કે જાનહાની થઈ શકી હોત. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો:આયુર્વેદિકના નામે નશીલી દવાઓનું વેચાણ, ફૂડ અને ડ્રગ્સ અને આયુર્વેદિક વિભાગ ક્યારે લેશે પગલાં?

આ પણ વાંચો:સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે

આ પણ વાંચો:વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકની હત્યા, અમદાવાદના હિરેન ગજેરાના અપહરણ બાદ હત્યા

આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લાના યુવાને નાની ઉંમરમાં જ ગુજરાતનું નામ રોશન કર્યું, મળી ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટની પોસ્ટ