Amreli/ રાજ્યભરના ખેડૂતોમાં વધતો ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ

ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ રાજ્યભરના અનેક ખેડૂતોમાં વધી રહ્યો છે. જેમ જેમ ખાતરમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ ખેડૂત પણ ગાય આધારિત ખેતી પર નિર્ભર રહેતો થઇ ગયો છે.

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 21 રાજ્યભરના ખેડૂતોમાં વધતો ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બગસરા

ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ રાજ્યભરના અનેક ખેડૂતોમાં વધી રહ્યો છે. જેમ જેમ ખાતરમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ ખેડૂત પણ ગાય આધારિત ખેતી પર નિર્ભર રહેતો થઇ ગયો છે. બગસરાના સુડાવડ ગામે પાંચ વિઘામાં ખેડૂતે ગાય આધારીત મિશ્રખેતી શરૂ કરી છે અને ન માત્ર પાક પરંતુ બિયારણ બનાવીને પણ આ ખેડૂત અન્યોને પ્રેરણા આપી રહ્યો છે.

  • બે એકરમાં છેલ્લા પાંચ વર્ષથી ગાયઆધારીત ખેતી કરી ખેડૂત બિયારણ કરે છે તૈયાર
  • પોતાના ઘરે ગાયો વસાવીને ગોમૂત્ર અને ગોબર એકત્રિત કરીને બનાવે છે જીવામૃત
  • ગાય આધારીત મિશ્રખેતી કરી અન્ય ખેડૂતને ગાયઆધારીત ખેતી તરફ વળવા પ્રેરણા આપે છે
  • ખેડૂતનું રાજ્યપાલ દ્વારા પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યા છે

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગેનીક ખેતી પણ કહેવામાં આવે છે. આજે રાજ્યમાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોની સંખ્યા ધીરેધીરે વધી રહી છે.

  • પર્યાવરણનું નુકસાન અટકાવે છે ગાય આધારિત ખેતી
  • યુરીયા અને પેસ્ટીસાઇડ્સની આડઅસર અટકાવવું આવશ્યક
  • ગાય આધારિત ખેતી તરફ વળ્યા ખેડૂતો
  • ખેતરથી સીધું ખાનારની વિચારધારા

પ્રવીણભાઈ આસોદરિયા જે પોતે જ ગાયો વસાવી અને ગાયોના ગોમૂત્ર અને ગોબર અને વનસ્પતિઓમાંથી જીવામૃત તૈયાર કરીને પોતાની પાંચ વિઘાના ખેતરમાં મિશ્રખેતીનું વાવેતર કર્યું છે….છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત ખેતીનું વાવેતર કરે છે અને ગાય આધારિત ખેતીના વાવેતર કરીને પોતાનું ગુજરાન પણ ચલાવે છે…. પ્રવીણભાઇએ ગાય આધારીત ખેતીથી કપાસ, ઘઉં, એરંડો અને શાકભાજીની મિશ્રખેતી કરી છે જેમા રીંગણાં નું વાવેતર કર્યું છે અને આ રીંગણાં ના વાવેતરમાં કુદરતી એક દૂધી પ્રકારના રીગણાનો છોડ થયો છે…

  • કુદરતી પદ્ધતિએ ઉગ્યો રિંગણીનો છોડ
  • હવે બિયારણ બનાવી રાજ્યમાં વહેંચવાનું આયોજન
  • મફતમાં ખેડૂતોને મોકલી મોટાપાયે ખેતીને કરવું છે પ્રોત્સાહન

રીંગણાં ના વાવેતરમાં મબલખ ઉપજ આવી છે તેમાં એક રીંગણાનો છોડ કુદરતી રીતે થયો છે જેમાં રીંગણાં દૂધી પ્રકારના થઈ રહયા છે દૂધી જેટલીજ લંબાઈ અને કલર પણ દૂધી સમાન ત્યારે આ રીંગણા પકવીને દેશી બિયારણ કરવામાં આવશે અને અન્ય ખેડૂતોને આ બિયારણ વહેંચવાનું પ્રવીણભાઇ આયોજન કરી રહ્યા છે.

  • ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા ટકાવશે
  • અન્ય પાકોમાં પણ ખાતરનો ઉપયોગ

દરેક ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળી જશે તો ખેડૂતોને તેમના પાકોમાં અન્ય જીવાતો અને જમીનો મા દવાઓના કારણે થતી નુકશાનીઓથી રાહત મળશે અને દવાઓના ખર્ચાઓથી છુટકારો મળશે.

Covid-19 / રાજ્યમાં મંદ પડતી કોરોનાની ગતિ, નોધાયા 988 નવા કેસ…

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

Surat / વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજમાં …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…